EDની માંગ પર કલકત્તા હાઈકોર્ટનો આદેશ, મંત્રી પાર્થ ચેટર્જીને આવતીકાલે ભુવનેશ્વરની AIIMSમાં દાખલ કરવામાં આવશે

|

Jul 24, 2022 | 10:56 PM

શિક્ષક ભરતી કૌભાંડમાં સીએમ(CM) મમતાના મંત્રી પાર્થ ચટર્જીની (Partha Chatterjee) ધરપકડ કરવામાં આવી છે. બેંકશાલ કોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી.

EDની માંગ પર કલકત્તા હાઈકોર્ટનો આદેશ, મંત્રી પાર્થ ચેટર્જીને આવતીકાલે ભુવનેશ્વરની AIIMSમાં દાખલ કરવામાં આવશે
Minister Partha Chatterjee
Image Credit source: pti

Follow us on

દેશના સૌથી ચર્ચિત રાજ્ય પશ્ચિમ બંગાળમાં હાલ રાજકીય ભૂંકપ જેવી સ્થિતી સર્જાઈ છે. શિક્ષક ભરતી કૌભાંડમાં સીએમ(CM) મમતાના મંત્રી પાર્થ ચટર્જીની (Partha Chatterjee) ધરપકડ કરવામાં આવી છે. બેંકશાલ કોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જેના પગલે પાર્થ ચેટરજીના વકીલોએ તેને SSKM હોસ્પિટલમાં દાખલ કરવાની મંજૂરી આપવાની ભલામણ કરી હતી. તેમને કોર્ટમાંથી SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પાર્થ ચેટરજીને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. SSKM હોસ્પિટલમાં 6 સભ્યોની મેડિકલ ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

EDએ કલકત્તા હાઈકોર્ટમાં મંત્રી પાર્થ ચેટરજીને SSKM હોસ્પિટલમાંથી કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવા પર નવી અરજી દાખલ કરી હતી. આ મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કલકત્તા હાઈકોર્ટે EDને પશ્ચિમ બંગાળના કેબિનેટ મંત્રી અને રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીને આવતીકાલે 25 જુલાઈની સવારે એર એમ્બ્યુલન્સ દ્વારા એઈમ્સ, ભુવનેશ્વર લઈ જવાની મંજૂરી આપી છે. તેમની સાથે SSKM હોસ્પિટલના એક ડોક્ટર અને વકીલ પણ હાજર રહેશે.

EDની માંગ પર થઈ હતી સુનાવણી

EDએ કલકત્તા હાઈકોર્ટમાં મંત્રી પાર્થ ચેટરજીને SSKM હોસ્પિટલમાંથી કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવા પર નવી અરજી દાખલ કરી હતી. કારણ કે શિક્ષક ભરતી કૌભાંડમાં તેઓ મહત્વના આરોપી છે. તેમની તબિયત જ્યાં સુધી સ્થિર ના થાય ત્યાં સુધી આ કૌભાંડની તપાસ ધીમી પડી જશે. તમને જણાવી દઈએ કે પાર્થ ચેટરજીની સ્વાસ્થ્યની દેખરેખ માટે કાર્ડિયોલોજી, ચેસ્ટ, ઓર્થોપેડિક, નેફ્રોલોજી, મેડિસિન, એન્ડોક્રિનોલોજી વિભાગના ડોકટરો તૈનાત હતા.

આ પણ વાંચો

અર્પિતા મુખર્જીની પણ ધડપકડ, ટીએમસીના શીર્ષ નેતૃત્વની પણ થશે પૂછપરછ

પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં રવિવારે ઈડીએ મેડિકલ ટેસ્ટ બાદ પાર્થ ચેટરજીની નજીકના અર્પિતા મુખર્જીને કોર્ટમાં હાજર કરી હતી. તેમના ઘરેથી 21 કરોડ રુપિયા મળ્યા હતા. જે બાદ તેમની ઘરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાક્રમ બાદ ભાજપે માંગ કરી છે કે તપાસ એજન્સી ટીએમસીના શીર્ષ નેતૃત્વ એટલે કે ટોચના નેતાઓની પણ પૂછપરછ કરે.

ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષે આરોપ લગાવ્યો છે કે ટીએમસીના નેતાઓએ વિવિધ પદો પર ભરતીના સંબંધમાં વર્ષોથી મોટી રકમ એકઠી કરી છે. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ શીર્ષ નેતૃત્વને આની જાણ નથી તે વાત પર કોઈ વિશ્વાસ કરશે નહીં. અત્યાર સુધી જે પુરાવા સામે આવ્યા છે તેના આધારે ટોચના નેતૃત્વની પૂછપરછ થવી જોઈએ.

Next Article