Jahangirpuri Violence : દિલ્હીના જહાંગીરપુરીમાં (Jahangirpuri) હનુમાન જયંતિ શોભા યાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસ (Delhi Police) ફુલ એક્શન મોડમાં છે. હવે યુપી અને મધ્યપ્રદેશની જેમ, દિલ્હીમાં પણ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર (Bulldozer) ચલાવાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન 20 અને 21 એપ્રિલે જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડશે. ખાસ કરીને અતિક્રમણ કરનારાઓ સામે અભિયાન હાથ ધરાશે. આ દરમિયાન અતિક્રમણ દ્વારા બનાવવામાં આવેલી મિલકતોને જમીનદોસ્ત કરી દેવાશે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) દ્વારા સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર બાંધકામ પર અતિક્રમણ અભિયાન દરમિયાન, MCD એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે, દિલ્હી પોલીસ પાસેથી 400 કર્મચારીઓને તહેનાત કરવાની માંગ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મંગળવારે દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને કાઉન્સિલરને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે યુપી અને મધ્યપ્રદેશની જેમ જહાંગીરપુરીમાં પણ ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. આ પછી જ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી હોવાનું મનાય છે. આ જ કારણ છે કે 20-21 એપ્રિલે જહાંગીરપુરી વિસ્તારમાં દબાણ કરીને મિલકત ઊભી કરનારા સામે મોટી કાર્યવાહી કરવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ, સમગ્ર જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે જગ્યા પચાવી પાડીને ગેરકાયદેસર કામ કરતા લોકો સામે MCD અને પોલીસ મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે.
Delhi | Encroachment drive will be done on illegal construction in the Jahangirpuri area on April 20th and 21st. MCD has asked for 400 personnel from Delhi Police to handle law and order during this period. pic.twitter.com/LcZbeJDcvI
— ANI (@ANI) April 19, 2022
દિલ્હી બીજેપી અધ્યક્ષે પોતાના પત્રમાં કહ્યું હતું કે જહાંગીરપુરી હિંસાના તોફાનીઓ અને બદમાશોને સ્થાનિક AAP ધારાસભ્યનું રક્ષણ છે. જેના કારણે તેઓએ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામો અને અતિક્રમણ કર્યા છે. ગેરકાયદેસર અતિક્રમણ અને તોફાનીઓના બાંધકામની ઓળખ કરી તેના પર બુલડોઝર ચલાવવું જોઈએ. ભાજપના નેતાએ આ અંગે વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હવે MCD 20-21 એપ્રિલે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. તેમણે જહાંગીરપુરીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસ પાસેથી 400 જવાનોની માંગણી કરી છે.
જણાવી દઈએ કે જહાંગીરપુરીમાં હિંસા બાદ ગૃહ વિભાગ પણ ઘણી કડકાઈ લઈ રહ્યું છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 23 આરોપીઓની ધરપકડ કરી છે. પાંચ તોફાનીઓ પર NSA લાદવામાં આવ્યો છે. પોલીસે મંગળવારે 23મા આરોપીની ધરપકડ કરી છે. તેના પર તોફાનીઓને હથિયાર આપવાનો આરોપ છે. તો બીજીબાજુ, ગોળીબાર કરનાર સોનુને આજે રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ