
Republic Day 2022: ભારતમાં આજે 73માં ગણતંત્ર દિવસની (Republic Day) ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અટારી-વાઘા બોર્ડર પર પણ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (Border Security Force ) અને પાકિસ્તાની રેન્જર્સે એકબીજા સાથે મીઠાઈની આપ-લે કરીને ઉજવણી કરી હતી. આ અનોખી ઉજવણી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
BSFના પ્રવક્તાએ જણાવ્યુ કે, સાંબા, અરનિયા, આરએસ પુરા, નિકોવાલ અને અખનૂરમાં મીઠાઈની આપ-લે કરીને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પહેલા 15મી ઓગસ્ટ નિમિતે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર BSF જવાનોએ પાકિસ્તાની રેન્જર્સનું મોં મીઠુ કરાવ્યુ હતુ. તમને જણાવવુ રહ્યુ કે, પાડોશી દેશ પાકિસ્તાન પણ તેના સ્વતંત્રતા દિવસ પર ભારતીય સૈનિકોને મીઠાઈ ખવડાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના જનપથ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 73માં પ્રજાસત્તાક દિવસના અવસરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન વડાપ્રધાનના માથા પર ઉત્તરાખંડની ટોપી જોવા મળી, આ સિવાય તેમના ગળામાં મણિપુરની માળા પણ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે PM મોદી સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ, રક્ષા સચિવ અજય કુમાર અને સેનાની ત્રણેય પાંખના વડા પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : Republic Day: ત્રિરંગો ફરકાવવાના હોય છે નિયમ અને કાયદા, જ્યારે તમે ઈચ્છો ત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાતો નથી