
પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આશંકા સેવાઈ રહી છે. પરંતુ આ પહેલા પણ બંને દેશો ઓછામાં ઓછી ચાર વાર એકબીજા સામે ટકરાઈ ચુક્યા છે. આવી જ એક કહાની છે 1965ના એ યુદ્ધની. જેમા ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. જો કે આ યુદ્ધ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી હતી જે સહુ કોઈને બે ઘડી માટે વિચારતા કરી મુકે. ભારત પાકિસ્તાનના 1947ના ભાગલા બાદ સૈન્ય અધિકારીઓને પણ ભારત અને પાકિસ્તાનમાંથી કોઈ એક દેશની સેના પસંદ કરવાનુ કહેવામાં આવ્યુ હતુ. આ કહાની છે સાહિબજાદા યુનુસ ખાન અને સાહિબજાદા યાકુબ ખાનની. બંને રામપુરના એક શાહી પરિવારના સંતાનો હતો. આ બંને એક મા ની કૂખે જન્મેલા સગા ભાઈઓ હતો. આ બંને ભાઈઓએ સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન ભારતીય સેનામાં સેવા બજાવી હતી. ભારત પાકિસ્તાનના ભાગલા બાદ આ બંને ભાઈઓ અલગ થઈ ગયા. જેમાંથી નાના ભાઈ સાહિબજાદા યાકુબ ખાને પાકિસ્તાનમાં સામેલ થવાનો નિર્ણય કર્યો જ્યારે યુનુસ ખાન ભારતમાં જ રહ્યા. વિભાજના કેટલાક...
Published On - 8:20 pm, Sat, 3 May 25