Breaking News : 13 વર્ષ પછી દિલ્હીમાં એ જ ઘટના રિપીટ! ચાલુ બસમાં મહિલા સાથે સામૂહિક બળાત્કાર, બે આરોપીઓની ધરપકડ કરી પોલીસે વાહન જપ્ત કર્યું

દિલ્હીના રાની બાગ વિસ્તારમાં ચાલુ સ્લીપર બસમાં 30 વર્ષીય મહિલા સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. પોલીસે પીડિતાની ફરિયાદ પર તરત જ કેસ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

Breaking News : 13 વર્ષ પછી દિલ્હીમાં એ જ ઘટના રિપીટ! ચાલુ બસમાં મહિલા સાથે સામૂહિક બળાત્કાર, બે આરોપીઓની ધરપકડ કરી પોલીસે વાહન જપ્ત કર્યું
| Updated on: May 14, 2026 | 9:37 AM

13 વર્ષ અને 5 મહિના પહેલા દિલ્હીમાં બનેલી એક ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. વર્ષ 2012માં એક યુવતી સાથે સામુહિક બળાત્કાર થયો હતો. જો કે આજે પણ આ દિલ્હીમાં પરિસ્થિતિ એની એજ છે. દિલ્હીમાં ફરી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.  દિલ્હીના રાની બાગ વિસ્તારમાં ચાલુ સ્લીપર બસમાં 30 વર્ષીય મહિલા સાથે બળાત્કારની ઘટના સામે આવી છે.

પોલીસે પીડિતાની ફરિયાદ પર તરત જ કેસ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.દિલ્હીના રાની બાગ વિસ્તારમાં એક મહિલા સાથે ચાલુ બસમાં બળાત્કારની ઘટના સામે આવી છે. મોડી રાતે સ્લીપર બસમાં આરોપીઓ દ્વારા આ ગુનો આચરવામાં આવ્યો હતો. પીડિતાની ઉંમર 30 વર્ષ બતાવવામાં આવી રહી છે.

બસમાં મહિલા સાથે બળાત્કાર થયો

પીડિતાની ફરિયાદ પર પોલીસે તરત જ કાર્યવાહી કરતા આ મામલે કેસ નોઘાયો છે. બંન્ને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જે બસમાં મહિલા સાથે બળાત્કાર થયો છે. તે બસ પણ જપ્ત કરવામાં આવી છે.મહિલાને આરોપીએ પહેલા જબરદસ્તી બસમાં બેસાડી હતી. ત્યારબાદ સ્લીપર બસમાં લઈ જઈ સામુહિક દુષ્કર્મ કર્યું હતુ. પીડિતા આરોપીઓ પાસેથી છુટી પોલીસ પાસે પહોંચી સમગ્ર ઘટના જણાવી હતી. મહિલાની ફરિયાદના આધાર પર પોલીસે આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી છે.

પોલીસે બંન્ને આરોપીની ધરપકડ કરી

આ મામલાને ગંભીરતાથી જોતા દિલ્હી પોલીસે કાર્યવાહી કરતા 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. જેનાથી સ્પષ્ટ થશે કે, આ ગુનામાં કેટલા લોકો સામેલ હતા. આ સિવાય પોલીસે આ મામલે તપાસ કરી રહી છે કે, ક્યા રુટ પર બસ ચાલી રહી હતી. તેમજ ઘટના સમયે ત્યાં બીજું કોણ હાજર હતું?

પોલીસ સીસીટીવી ફુટેજ શોધી રહી છે

તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળ અને બસના મહત્વના પુરાવા એકઠા કર્યા છે. ફોરેન્સિક ટીમે પણ બસની તપાસ કરી છે. જેનાથી અન્ય પુરાવા એકઠા કરી શકાય. પોલીસ આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની ફુટેજ જોઈ રહી છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે. આરોપીએ મહિલાને કયા સંજોગોમાં બસમાં બેસાડી અને આ ઘટના કેવી રીતે બની તે નક્કી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તપાસ એજન્સીઓ પીડિતાના નિવેદન અને ટેકનિકલ પુરાવાના આધારે કેસને મજબૂત બનાવવા માટે કામ કરી રહી છે.

દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us