Breaking News : હું સાચો હતો મારી પાર્ટી ખોટી હતી, રાધવ ચઢ્ઢાએ શેર કર્યો વીડિયો

રાજ્યસભા સાંસદ રાધવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં સામેલ થયા બાદ પોતાના નિર્ણયો પર સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, પાર્ટી હવે પહેલા જેવી રહી નથી. તેમણે કહ્યું કે, પાર્ટીમાં કામ કરતા તેને રોકવામાં આવતો હતો. તેમણે કહ્યું પાર્ટીની અંદર કામ કરવાનું વાતાવરણ ખુબ ખરાબ છે.

Breaking News :  હું સાચો હતો મારી પાર્ટી ખોટી હતી, રાધવ ચઢ્ઢાએ શેર કર્યો વીડિયો
| Updated on: Apr 27, 2026 | 11:42 AM

રાજ્યસભા સાંસદ રાધવ ચઢ્ઢા હાલમાં ચર્ચામાં છે. તેમણે આમ આદમી પાર્ટીનો સાથ છોડી ભાજપનો હાથ પકડ્યો છે. તેના આ નિર્ણય પર અનેક લોકો તેની અલોચના કરી રહ્યા છે. આ વચ્ચે 27 એપ્રિલના રોજ સાંસદ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી આમ આદમી પાર્ટી છોડવું અને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય પર સ્પષ્ટતા કરી છે.

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી રાધવ ચઢ્ઢાએ કહ્યું આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત બાદ તેમને મોટી સંખ્યામાં સંદેશ મળી રહ્યા છે. તેમણે કહ્યું છેલ્લા 3 દિવસમાં મને તમારી પાસેથી અનેક સંદેશ મળ્યા છે. આમ મોટાભાગના લોકો તેને શુભકામના પાઠવી રહ્યા છે અને શુભકામના પાઠવી રહ્યા છે. તો કેટલાક લોકો તેના આ નિર્ણયની પાછળનું કારણ જાણવા માંગે છે.

15 વર્ષની સફરનો ઉલ્લેખ

વીડિયોમાં રાધવ ચઢ્ઢાએ કહ્યું કે, તેના જીવનના 15 વર્ષ આમ આદમી પાર્ટીને આપ્યા છે. તેમણે પોતે પાર્ટીના સંસ્થાપક સભ્ય બતાવતા કહ્યું કે, હું રાજનીતિમાં કરિયર બનાવવા માટે આવ્યો હતો. હું એક રાજનીતિક દળનો સભ્ય બન્યો હતો. મે મારા જીવનના 15 વર્ષ આ પાર્ટીને પોતાના પરસેવા અને મહેનતથી આપ્યા છે.

 

 

રાધવ ચઢ્ઢાએ કહ્યું હું સાચો હતો મારી પાર્ટી ખોટી હતી. આ દરમિયાન તેમણે પાર્ટીના કામકાજની પણ અલોચના કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, સમયની સાથે ફેરફાર થયો છે. હવે આ સંગઠન રહ્યું નથી. જે પહેલા હતુ. તેમણે કહ્યું આજે આ પાર્ટી જુની પાર્ટી રહી નથી. આ પાર્ટીમાં કામ કરવાનું વાતાવરણ ખુબ ખરાબ છે. તમને કામ કરવાથી રોકવામાં આવે છે. તમને સાંસદમાં બોલવાથી રોકવામાં આવે છે.

ભાજપમાં સામેલ થવાનું કારણ

ભાજપમાં સામેલ થવાના પોતાના નિર્ણય વિશે બતાવતા કહ્યું કે, તેમને પાર્ટીમાં વધુને વધુ અલગ થવાનો અનુભવ થતો ગયો. સાંસદે કહ્યું કે તેમને એવું લાગવા લાગ્યું કે તેઓ યોગ્ય વ્યક્તિ છે, પણ ખોટા પક્ષમાં છે. ચઢ્ઢાએ કહ્યું કે તેમણે રાજકારણ છોડી દેવા, પક્ષમાં સુધારા કરવાનો પ્રયાસ કરવા અથવા બીજા રાજકીય પ્લેટફોર્મ પર જવા સહિતના ઘણા વિકલ્પો પર વિચાર કર્યો હતો.

AAP છોડીને ભાજપમાં જોડાયાના 24 કલાકની અંદર, સાંસદ રાઘવ ચઢ્ઢાને સોશિયલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કરવો પડ્યો. રિપોર્ટ અનુસાર, તેમના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ઝડપથી ઘટી ગયા. તેમણે 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ગુમાવ્યા, પરંતુ પછીથી તે 2 મિલિયન થઈ ગયા.

 

પત્ની બોલિવુડ સ્ટાર, બહેન CA, પિતા ઉદ્યોગપતિ આવો છે AAP જોડી ભાજપમાં જોડાયેલા રાધવ ચઢ્ઢાનો પરિવાર જુઓ

Follow Us
Loading...
Unable to load recommendations.