
સુપ્રીમ કોર્ટની 2 સભ્યોની પીઠે બુધવારના રોજ 31 વર્ષના હરીશ રાણાના પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર પોતાનો નિર્ણય સંભળાયો છે. જેમાં કોર્ટે હરીશના લાઈફ સસ્ટેનિંગ ટ્રીટમેન્ટને પરત લેવાની પરવાનગી આપી છે.પૈસિવ યૂથેનેશિયા એક એવી પ્રક્રિયા છે જેમાં દર્દીને જાણી જોઈને મારી નાંખવામાં આવે છે. આ માટે તેના લાઈફ સપોર્ટ કે જીવતા રાખવા માટે જરુરી સારવારને રોકી દેવામાં આવે છે અથવા તેને દુર કરવામાં આવે છે.
દેશી સૌથી મોટી કોર્ટે ગાઝિયાબાદના 31 વર્ષના હરીશ રાણાને ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી છે.પિતાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જેમાં તેમના પુત્રના ઈચ્છા મૃત્યુની અરજી કરવામાં આવી હતી. જસ્ટિસ જેબી પારડીવાલા અને કેવી વિશ્વનાથનની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.
Supreme Court allows withdrawal of medical treatment to 32-year-old Harish Rana, who has been in a vegetative state for the last 13 years with negligible hope of recovery.
SC directs AIIMS Delhi to admit Rana and provide all facilities in carrying out the exercise of withdrawing…
— ANI (@ANI) March 11, 2026
તમને જણાવી દઈએ કે, હરીશ રાણા પંજાબ યૂનિવર્સિટીનો વિદ્યાર્થી હતો. આ દરમિયાન વર્ષ 2013માં તે પોતાના પીજીના ચોથા માળેથી નીચે પડ્યો હતો. જેમાં તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ કારણે તેને 100 ટકા કાર્ડીપ્લેઝિક ડિસેબિલિટી થઈ હતી. તે છેલ્લા 13 વર્ષથી પરમાનેટ વેઝિટેટિવ સ્ટેટ (PVS)માં પથારીવશ છે. કોર્ટે આ મામલે પરિવાર મેડિકલ બોર્ડ અને કેન્દ્ર સરકારની સાથે લાંબી ચર્ચા કરી છે અને જાન્યુઆરી 2026માં નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો.
તે ડોક્ટરની ટીમ અને એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ પોતાનું મંતવ્ય આપ્યું હતુ કે, હરીશના સ્વસ્થ થવાની હવે કોઈ આશા નથી. હવે તેમણે પ્રકૃતિનો રસ્તો પસંદ કરવો જોઈએ.સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા પહેલા હરીશ રાણાના માતા-પિતાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે AIIMS-દિલ્હીના ડોકટરોના ગૌણ તબીબી બોર્ડ દ્વારા દાખલ કરાયેલ હરીશ રાણાના તબીબી ઇતિહાસ ધરાવતો રિપોર્ટ જોયો હતો અને કહ્યું હતું કે તે “દુઃખદ” રિપોર્ટ છે.
Published On - 11:35 am, Wed, 11 March 26