
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ શનિવારે દુબઈની ફ્લાઈટના ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર વાતચીત કરી. તેમણે કેપ્ટનને ઈઝરાયેલ, ભારત અને સમગ્ર દુનિયાના હિરો ગણાવ્યા અને ઈઝરાયેલના સ્વતંત્રતા દિવસ સમારોહમાં મશાલ પ્રગટાવવાનું આમંત્રણ આપ્યુ. આ ભાવુક વાતચીતમાં કેપ્ટને કોકપિટની અંદર ઘટેલી કેટલીક ડરામણી પળોની પણ જાણકારી નેતન્યાહુને આપી.
દુબઈથી ઉડાન ભરનારી ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં 30 સપ્ટેમ્બરના દિવસે જે ઘટ્યુ તે અંગે કેપ્ટન સ્મિતે નેતન્યાહુને જણાવ્યુ. આ ફ્લાઈટના ભારતીય કેપ્ટન ભારતીય પાયલટ સ્મિત મચ્છર હતા. શનિવારે નેતન્યાહુએ સ્મિત સાથે વીડિયો કોલ પર વાતચીત કરી. આ દરમિયાન તેમણે સ્મિત મચ્છરની ખૂબ પ્રશંસા કરી નેતન્યાહુએ કહ્યુ કે સ્મિત આપ ઈઝરાયેલ માટે હિરો છો. ભારત માટે હિરો છો અને સમગ્ર દુનિયા માટે હિરો છો. ત્યારબાદ તેમણે કેપ્ટનને એક ખાસ આમંત્રણ પણ આપ્યુ. વડાપ્રધાને તેમને ઈઝરાયેલના સ્વતંત્રતા દિવસ પર થનારા સમારોહમાં મશાલ પ્રગટાવવા માટે પણ આમંત્રણ આપ્યુ. આનાથી સ્પષ્ટ થાય છે કે ઈઝરાયેલન PM કેપ્ટનના કામની ઘણી કદર કરે છે.
વાતચીત દરમિયાન વડાપ્રધાન કેપ્ટનને પૂછ્યુ કે આ બધુ કેવી રીતે શરૂ થયુ. જવાબમાં કેપ્ટન મચ્છરે કોકપિટના એ ડરામણી પળોની જાણકારી આપી. તેમણે જણાવ્યુ કે કો પાયલટ તેની નમાઝ પઢવા માટે ઉભો થયો હતો. તેની ધાર્મિક બાબતનું સન્માન રાખી કેપ્ટન સ્મિતે પાછળ નજર કરી નહોતી. પરંતુ તેની થોડી જ સેકન્ડોમાં કેપ્ટન સ્મિતને એક અત્યંત મોટો ઘા વાગવા જેવો ઝટકો લાગ્યો. આ સમયે તેમણે વિચાર્યું કે વિમાનમાં કંઈક થયું હશે. પરંતુ જ્યારે તેને ફરીથી ઈજા થઈ ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ બધું કો-પાયલટના કારણે થઈ રહ્યું છે.
થોડી જ ક્ષણોમાં કો-પાયલોટે પાછળથી કુહાડી વડે તેમના પર હુમલો કર્યો હતો. કેપ્ટને હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો અને કોકપિટનો દરવાજો ખોલ્યો, પરંતુ હુમલાખોર પાયલટે ફરી દરવાજો બંધ કરી દીધો. હુમલા બાદ કેપ્ટન સ્મિત નીચે ઢળી પડ્યા હતા. વિમાન નીચે જઈ રહ્યું હોવાનું અનુભવતા તેમણે પૂરી તાકાત અને હિંમતથી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. પુરી શક્તિ અને હિંમ દાખવી આખરે દરવાજો ખોલી દીધો. દરવાજો ખૂલતા અન્ય પાયલટે કંટ્રોલ હાથમાં લઈ સ્થિતિ સંભાળી લીધી હતી અને સહુનો જીવ બચી ગયો.
Published On - 6:36 pm, Sun, 4 October 26