રાજસ્થાનના 40-45 ડિગ્રી તાપમાનમાં રશિયન મહિલાની તપસ્યા, જુઓ Video

રાજસ્થાનના તીર્થરાજ પુષ્કરમાં રશિયન મહિલા 40-45 ડિગ્રી સેલ્સિયમ તાપમાનમાં બેસી રશિયન મહિલા તપસ્યા કરી રહી છે. જેનો વીડિયો વાયરલ પણ થઈ રહ્યો છે.

રાજસ્થાનના 40-45 ડિગ્રી તાપમાનમાં રશિયન મહિલાની તપસ્યા, જુઓ Video
| Updated on: May 12, 2026 | 2:27 PM

તમે સાધુ-સંતોને ભીષણ ગરમીમાં અગ્નિમાં તપ કરતા જોયા હશે. પરંતુ રાજસ્થાનના પુષ્કરમાં પહેલી વખત 43 ડિગ્રી તાપમાનમાં રશિયન મહિલા 9 ધૂની અગ્નિ તપ કરી રહી છે. આ નાથ સંપ્રદાયની એક અંત્યત પ્રાચીન અને કઠોર હઠ યોગ સાધના છે. જેમાં સાધકો ચારે બાજુ આગના 9 ધૂણા બનાવી વચ્ચે તપસ્યા કરે છે.

3 મેથી મહિલાએ અગ્નિ તપસ્યા શરુ કરી છે. જે 25 મે સુધી ચાલશે.મહિલાની આ તપસ્યા દેશ જ નહી પરંતુ દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. દુર દુરથી લોકો વિદેશી મહિલાની તપસ્યા જોવા માટે આવી રહ્યા છે. રશિયન મહિલાએ 10 વર્ષ પહેલા નાથ સંપ્રદાય અપનાવ્યો હતો. ત્યારબાદ તે સતત નાથ સંપ્રદાયના રીતિ રિવાજથી પોતાનું જીવન પસાર કરી રહી છે.

9 ધુનીઓ વચ્ચે બેસીને 21 દિવસની અગ્નિ તપસ્યા

રશિયામાં રહેનારી રાધિકા યોગિની અન્નપૂર્ણા નાથ દેશમાં જ નહી આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. રાજસ્થાનની ચમચમાતી ગરમીમાં અજમેરના રણમાં પુષ્કરમાં શમશાન ભૂમિમાં અઘોરી સીતારામ બાબાના આશ્રમ પર રાધિકા યોગિની 9 ધૂણીની વચ્ચે 21 દિવસ અગ્નિ તપસ્યા કરી રહી છે. તેની આ તપસ્યા 25 મે સુધી ચાલશે.

 

25 મેના રોજ સાધનાની પૂર્ણ આહુતિ

આ સાધના દરમિયાન યોગિની પ્રતિદિવસ અંદાજે 3 કલાક સુધી ગરમી વચ્ચે બેસી શિવ સાધના અને ગુરુ મંત્રનો જાપ કરી રહી છે. તપસ્યાની સાથે પ્રતિદિવસ હવન પુજા અને આરતીનું આયોજન કરવામાં આવે છે. 25 મેના રોજ સાધનાની પૂર્ણ આહુતિ સાથે સંતના ભંડારાનું પણ આયોજન કરવામાં આવશે. આ તપસ્યા તે પોતાના ગુરુ બાળ યોગી દિપક નાય રમતે રામના સાનિધ્યમાં કરી રહી છે. અન્નપૂર્ણા નાથની આ પહેલી અગ્નિ તપસ્યા છે. જ્યારે તેના ગુરુ પહેલા પણ આ 4 વખત અગ્નિ તપસ્યા કરી ચૂકી છે.લોકો તેમની તપસ્યાનો વીડિયો ઝડપથી શેર કરી રહ્યા છે.

રાજસ્થાનની રચના વર્ષ 1956માં થઈ હતી. રાજસ્થાનનુ પાટનગર જયપુર છે. હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us