
Ram Temple Donation Case: રામ મંદિરમાં દાન ચોરી વિવાદ વધતો જઈ રહ્યો છે. એસઆઈટીની તપાસ પછી પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે. તેમને 14 દિવસ સુધી જેલમાં મોકલવામાં આવ્યા છે. આ વચ્ચે ફેઝાબાદ બાર એસોસિએશને સભ્યોને ચેતવણી આપી કે, નિયમ તોડવા પર 5 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવશે.
વકીલોએ રામ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ ચંપત રાય,અનિલ મિશ્રા અને ગોપાલ રાવને અયોધ્યા છોડવાની પણ માંગ કરી છે. તેમણે લોકોની ભાવના, તેમને ઠેસ પહોંચેલી લાગણીઓ અને એસોસિએશનના સામૂહિક નિર્ણયનો ઉલ્લેખ કર્યો. તપાસ એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે સુરક્ષા અને દેખરેખ સંબંધિત નિર્ધારિત જોગવાઈઓનું પાલન કેમ કરવામાં આવ્યું ન હતું અને શું તેનો ચોરીની ઘટના સાથે કોઈ સંબંધ હતો કે નહીં.
સોમવારે ફૈઝાબાદ બાર એસોસિએશને રામ મંદિર દાનમાં ચોરીના આરોપીઓનો કેસ ન લડવાનો નિર્ણય લીધો છે. એસોસિએશને કહ્યું કે, જો કોઈ સભ્ય તેનો કેસ લડશે તો આવા વકીલ પર 5 લાખનો દંડ ફટકારવામાં આવશે.તમને જણાવી દઈએ કે આ કેસમાં પહેલી FIR 25 જૂને નોંધાઈ હતી.
વકીલોની બેઠકમાં માંગ કરવામાં આવી કે, રામ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ ચંપત રાય ,અનિલ મિશ્રા અને ગોપાલ રાવ 3 દિવસની અંદર અયોધ્યા છોડી દે, બાર એસોસિએશનના સચિવ શૈલેન્દ્ર જ્યસ્વાલે કહ્યું કે, મંદિરના દાનમાં ચોરીના સમાચારથી લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. ફેઝાબાદના વકીલોએ ધરપકડ કરાયેલા આરોપીઓનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાર એસોસિએશનના અધ્યક્ષ અને તમામ સભાએ લીધો છે.
અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલે સોમવારના રોજ તમામ 8 આરોપીઓને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ટિન્નુ સહિત તમામ 8 આરોપી 13 જુલાઈના રોજ હવે કોર્ટમાં રજુ થશે. આ પહેલા આ તમામ આરોપીઓના ઘર પર છાપેમારી કરી હતી. આ તપાસ દરમિયાન, તેની પાસેથી ઘણી વસ્તુઓ મળી આવી હતી. પોલીસે કેટલાક ઘરેણાં, રોકડ રકમ અને વિવિધ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા.