Breaking News : PM નરેન્દ્ર મોદીએ પાયલોટ સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી, જાણો શું કહ્યું

PM નરેન્દ્ર મોદીએ ફ્લાયદુબઈના બહાદુર પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી. કેપ્ટન સ્મિતે પોતાનો અનુભવ અને ઘટના દરમિયાન બતાવેલી હિંમતની વાત શેર કરી. PM નરેન્દ્ર મોદીએ તેમની બહાદુરીની પ્રશંસા કરી.

Breaking News : PM નરેન્દ્ર મોદીએ પાયલોટ સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી, જાણો શું કહ્યું
| Updated on: Oct 02, 2026 | 12:40 PM

PM નરેન્દ્ર મોદીએ ફ્લાયદુબઈના બહાદુર પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી.કેપ્ટન સ્મિતે તેમનો અનુભવ અને ઘટના દરમિયાન તેમને હિંમત કેવી રીતે મળી તે વાત શેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બહાદુરીની પ્રશંસા કરી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. આજે આખી દુનિયા કેપ્ટન સ્મિતના વખાણ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, સ્મિત મચ્છર મૂળ ગુજરાતનો રહેવાસી છે.

કેપ્ટન સ્મિત મચ્છર એક હીરો

પીએમએ 1 ઓક્ટોબરના રોજ પોસ્ટમાં લખ્યું હતું કે, “કેપ્ટન સ્મિત મચ્છર એક હીરો છે. અત્યંત ખતરનાક પરિસ્થિતિઓનો સામનો કરવા અને ગંભીર રીતે ઘાયલ થવા છતાં, તેમણે અન્ય લોકોના જીવ બચાવવા માટે પ્રચંડ હિંમત અને અતૂટ નિશ્ચય દર્શાવ્યો. તેમની બહાદુરીથી સેંકડો લોકોના જીવ બચ્યા અને મોટી દુર્ઘટના ટાળી. ભારતને કેપ્ટન મચ્છર પર ગર્વ છે.”

 

 

 

શું હતી આખી ઘટના

30 સપ્ટેમ્બર 2026 બુધવારના રોજ ફ્લાયદુબઈની તેલ અવીવ ફ્લાઈટ FZ1073માં મૂળ ભારતીય કેપ્ટન મચ્છર પર ઓમાનના કો-પાયલટે કોકપીટમાં જઈ કુહાડીથી હુમલો કર્યો હતો. અંદાજે 34 હજાર ફીટ ઉંચાઈ પર આ ઘટના દરમિયાન વિમાન સ્પીડમાં નીચે આવ્યું હતુ. તેમજ હાઈજેકની શંકા ઉભી થઈ હતી.આ સમગ્ર ઘટનામાં કેપ્ટન મચ્છરે હિંમત હારી નહી. તેમણે કોકપિટનો દરવાજો અનલોક કરી મદદ માટે બુમો પાડી હતી. ત્યારબાદ યાત્રિકો અને ક્રુએ હુમલાખોર પર કાબુ કર્યો હતો. વિમાનને સઉદી અરબના તબુક ડાયવર્ટ કરવામાં આવી હતી. અહી સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. ફ્લાઈટમાં 174 લોકો સવાર હતા.

 

 

 

પીએમ મોદીએ કહ્યું કે 9/11 જેવી ઘટના ટાળી

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ પર કો-પાયલટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેને ક્રેશ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીએસસીના એક કાર્યક્રમમાં ભારતીય પાયલટ સ્મિત મચ્છરની પ્રશંસા કરી હતી, જેમણે આવી સ્થિતિમાં કો-પાયલટનો સામનો કર્યો હતો. તેમણે કહ્યું કે પાયલટે 9/11 જેવી ઘટના બનતી અટકાવી હતી. પીએમ મોદી 2001માં યુનાઇટેડ સ્ટેટ્સમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં અલ-કાયદાના આતંકવાદીઓએ પેસેન્જર વિમાનોનું હાઇજેક કરીને ક્રેશ કર્યું હતું.

Breaking News : ફ્લાયદુબઈના પાયલોટ સ્મિત મચ્છર પર જે કુહાડીથી હુમલો થયો તે ક્યાંથી આવી? જાણો અહી ક્લિક કરો

 

Published On - 11:41 am, Fri, 2 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.