
દિવસે ને દિવસે પ્લેન ક્રેશ અને વિમાનમાં ટેકનિકલ ખામીના સમાચાર વધુ ને વધુ સામે આવી રહ્યા છે. હજુ તો ચતરા એર એમ્બ્યુલન્સ ક્રેશની ઘટના તાજી જ છે, ત્યાં વધુ એક પ્લેનમાં ટેકઓફ બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લેનમાં ટણખા અને આગ જોતા જ પાયલટ સતર્ક થઇ ગયા હતા. થોડી વાર માટે તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે પછી પાયલટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો.
દિલ્હીથી લેહ જતી SpiceJetની ફ્લાઇટને આજે ટેકઓફ કર્યા થોડા જ મિનિટમાં તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ફ્લાઇટ દરમિયાન તણખા અને આગ જોવા મળતા પાઇલટે સુરક્ષિત રીતે ફ્લાઇટને પાછા દિલ્હી લાવવામાં આવ્યાં. પ્રારંભિક માહિતી અનુસાર, આ ઘટના ટેકનિકલ ખામીને કારણે બની હતી.
ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો ગભરાઈ ગયા હતા. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યા પછી, તમામ મુસાફરોને એરપોર્ટ પર અટકાયતમાં રાખવામાં આવ્યું હતું અને ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સ્પાઇસજેટએ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, “24 ફેબ્રુઆરીના રોજ, દિલ્હીથી લેહ જતી ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી, જેના લીધે ફ્લાઇટ દિલ્હી પરત ફરવી પડી. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું અને તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર આવ્યા. કોકપીટમાં આગ લાગવાની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.”
2026માં અત્યાર સુધીમાં, ભારતમાં ઓછામાં ઓછા ત્રણ મોટા વિમાન અકસ્માત નોંધાયા છે, જેમાં જાનહાનિ થઈ છે. તેમાં મુખ્યત્વે નાના, ચાર્ટર, એમ્બ્યુલન્સ અને લશ્કરી વિમાનો સામેલ છે. મોટી કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્સ (જેમ કે એર ઇન્ડિયા, ઇન્ડિગો) માં કોઈ ગંભીર દુર્ઘટના નોંધાઈ નથી, પરંતુ સતત ઈમરજન્સી લેન્ડિંગના અહેવાલ ચિંતાજનક છે.
28 જાન્યુઆરી, 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની ફ્લાઇટ ક્રેશ, છ લોકોના મૃત્યુ.
10 જાન્યુઆરી, 2026: સેસ્ના 208 (ઇન્ડિયાવન એર) ઓડિશા નજીક બળજબરીથી ઉતરાણ/ક્રેશ, એક મૃત્યુ અને અનેક ઘાયલ.
23 ફેબ્રુઆરી, 2026: રાંચીથી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ ઝારખંડમાં ક્રેશ, સવાર તમામ 7 લોકોનું મૃત્યુ.
આ ઘટનાઓ દર્શાવે છે કે નાની વિમાન સેવાઓમાં સુરક્ષા અંગે વધુ સાવધાની જરૂરી છે, જ્યારે મોટી પેસેન્જર ફ્લાઇટ્સ હજુ સુધી સુરક્ષિત રહી છે.
Published On - 11:00 am, Tue, 24 February 26