
ફુડ સેફ્ટી એન્ડ સ્ટેડર્ડસ અથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ પાન મસાલા, ગુટખા અને તંબાકુને લઈ કડક નિયમો લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. સરકારના નવા ડ્રાફ્ટ નિયમો મુજબ હવે આ ઉત્પાદનોને પ્લાસ્ટિક પેકેજ કે પછી કોથળીઓમાં વેચાણ સંપૂર્ણપણે તબક્કાવાર બંધ થઈ શકે છે. આનો અર્થ એ થયો કે પાન મસાલા જેવા ઉત્પાદનો હવે કાગળ, પેપરબોર્ડ અથવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને પેક કરવામાં આવશે. પ્લાસ્ટિક, પોલીથીન અથવા પીવીસી જેવી કોઈપણ કૃત્રિમ સામગ્રીનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.
આ સાથે એલ્યુમિનિયમ ફોયલ વાળા પેકિંગ પર પ્રતિબંધ લગાવી શકે છે. આટલું જ નહી પ્લાસ્ટિક કોથળીઓમાં આ ઉત્પાદનોના વેચાણ, સંગ્રહ અને પેકિંગ પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે. નિયમોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક પછી તે કોઈ પણ રુપમાં હોય તેનો ઉપયોગ આ પ્રોડક્ટના પેકિંગમાં કરવામાં આવશે નહી. સરકારે આ ડ્રાફ્ટ પર સામાન્ય લોકો અને સંબંધિત પક્ષો પાસેથી 30 દિવસની અંદર
સુચનો માંગ્યા છે. ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.
આ પગલું પ્લાસ્ટિકનો કચરો ઓછો કરવા અને પર્યાવરણને થનારા નુકસનાને રોકવાનો છે. આ સાથે સાર્વજનિક સ્વાસ્થ પર ધ્યાન આપશે. જો આ નિયમ લાગુ પડે છે. તો બજારમાં પાન મસાલા અને તંબાકુના ઉત્પાદનોની પેકિંગ સંપુર્ણ રીતે બદલવામાં આવશે.વધુમાં, પ્લાસ્ટિકમાં રહેલા રસાયણોનો તમાકુ અથવા તમાકુના ઉત્પાદનો જેવા ઉત્પાદનો સાથે સીધો સંપર્ક સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક હોઈ શકે છે. કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને આ જોખમ ઘટાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
જો આ નિયમો લાગુ કરવામાં આવે છે, તો પાન મસાલા કંપનીઓએ તેમની સમગ્ર ઉત્પાદન લાઇન અને પેકેજિંગ એકમોને ફરીથી બનાવવી પડશે. કાગળ અથવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવાથી કંપનીઓ માટે ખર્ચ વધી શકે છે, જે ગ્રાહકોના ખિસ્સા પર પણ અસર કરી શકે છે. જોકે, પર્યાવરણીય નિષ્ણાતો માને છે કે આ લાંબા ગાળે દેશ માટે વરદાન સાબિત થશે.
Published On - 9:50 am, Wed, 29 April 26