Breaking News: પાકિસ્તાને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આંતકી હાફિસ સઈદ અને મસુદ અઝહરને ભારતને સોંપવાની બતાવી તૈયારી

બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે જો ભારત આ પ્રક્રિયામાં સહયોગ કરવા તૈયાર છે, તો મને ખાતરી છે કે તપાસ હેઠળના કોઈપણ વ્યક્તિને પ્રત્યાર્પણ કરવામાં કોઈ બાધા નહીં આવે. તેમણે આતંકવાદીઓને પકડવાના ભારતના સંકલ્પ પર પણ ચિંતા વ્યક્ત કરી અને તેને 'ન્યૂ ઓબ્નોર્મલ' ગણાવ્યુ.

Breaking News: પાકિસ્તાને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આંતકી હાફિસ સઈદ અને મસુદ અઝહરને ભારતને સોંપવાની બતાવી તૈયારી
| Updated on: Jul 05, 2025 | 10:09 PM

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું છે કે જો નવી દિલ્હી આ પ્રક્રિયામાં સહયોગ કરવાની તૈયારી બતાવે તો વિશ્વાસ વધારવાના પગલા તરીકે ‘તપાસ હેઠળના વ્યક્તિઓ’ને ભારતને પ્રત્યાર્પણ કરવામાં તેમના દેશને કોઈ વાંધો નથી. ‘ડોન અખબાર’ના અહેવાલ મુજબ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલે શુક્રવારે અલ જઝીરા સાથેના એક ઈન્ટરવ્યુમાં આ ટિપ્પણી કરી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બિલાવલે લશ્કર-એ-તૈયબા (LeT) ના વડા હાફિઝ સઈદ અને જૈશ-એ-મોહમ્મદ (JeM) ના વડા મસૂદ અઝહરને સંભવિત કરાર અને સદ્ભાવનાના સંકેત તરીકે ભારતને પ્રત્યાર્પણ કરવા અંગેના પ્રશ્નનો જવાબ આપતા આ ટિપ્પણી કરી હતી.

બિલાવલે કહ્યું, “પાકિસ્તાન સાથે વ્યાપક વાતચીતના ભાગ રૂપે, આતંકવાદ એક એવો મુદ્દો છે જેની અમે ચર્ચા કરીએ છીએ, મને ખાતરી છે કે પાકિસ્તાન આમાંથી કોઈ પણ બાબતનો વિરોધ કરશે નહીં.” નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઓથોરિટી (NCTA) અનુસાર, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ બંનેને પાકિસ્તાન દ્વારા પ્રતિબંધિત છે, જ્યારે 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ હાલમાં આતંકવાદને ભંડોળ પૂરું પાડવા બદલ 33 વર્ષની સજા ભોગવી રહ્યો છે. તેવી જ રીતે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયેલ મસૂદ અઝહર પર પણ નાક્ટા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બિલાવલે કહ્યું કે આ “વ્યક્તિઓ” સામે ચાલી રહેલા કેસ પાકિસ્તાન સાથે સંબંધિત છે, જેમ કે આતંકી ગતિવિધિઓને નાણાકીય ભંડોળ પૂરું પાડવું. જો કે, તેમણે કહ્યું કે દિલ્હી તરફથી મૂળભૂત બાબતોનું પાલન ન થવાને કારણે સરહદ પાર આતંકવાદ માટે તેમના પર કાર્યવાહી કરવી મુશ્કેલ હતી. તેમણે કહ્યું, “ભારત દોષિત ઠેરવવા માટે જરૂરી કેટલીક મૂળભૂત બાબતોનું પાલન કરવાનો ઇનકાર કરી રહ્યું છે. તેમણ કહ્યુ મહત્વપૂર્ણ અદાલતોમાં પુરાવા રજૂ કરવા, ભારતમાંથી લોકોને જુબાની આપવા માટે આવવુ, કોઈપણ પ્રત્યારોપ સહન કરવા.”

બિલાવલે કહ્યું, “જો ભારત આ પ્રક્રિયામાં સહકાર આપવા તૈયાર છે, તો મને ખાતરી છે કે કોઈપણ ‘તપાસ હેઠળના વ્યક્તિ’ને પ્રત્યાર્પણ કરવામાં કોઈ અવરોધ નહીં આવે.” તેમણે આતંકવાદીઓને પકડવાના ભારતના સંકલ્પ પર પણ ચિંતા વ્યક્ત કરી અને તેને “New abnormal” ગણાવ્યુ. તેમણે કહ્યું, “આ પાકિસ્તાનના હિતોને પૂર્ણ કરતું નથી, અને તે ભારતના હિતોને પણ પૂર્ણ કરતું નથી,” સઈદ અને અઝહરના ઠેકાણા વિશે પૂછવામાં આવતા, બિલાવલે કહ્યું કે સઈદ જેલમાં છે જ્યારે ઇસ્લામાબાદ માને છે કે અઝહર અફઘાનિસ્તાનમાં છે.

‘મેક ઇન ઇન્ડિયા’ની જેમ આજે વિશ્વભરમાં ચીનની ‘મેડ ઇન ચીન 2025’ની કેમ થઈ રહી છે ચર્ચા- જે 10 વર્ષ પછી ભારતને શું શીખવે છે? –વાંચો

Published On - 9:29 pm, Sat, 5 July 25