
આધારભૂત સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ રીતે ચેતવણી આપી છે કે હવે ભારત પર એકપણ આતંકી હુમલો થયો તો તેને ભારત યુદ્ધ ગણીને જવાબી કાર્યવાહી કરશે. હવે પાકિસ્તાન દ્વારા જો એકપણ હુમલો કરાયો તે ભારત તેને ACT of War ગણીને કાર્યવાહી કરશે.
ભારત અને પાકિસ્તામ વચ્ચે સરહદ પર સતત તણાવની સ્થિતિ છે. જમ્મુ-શ્રીનગર થી લઈને પઠાણકોટ અને પોખરણ સુધી પાકિસ્તાનના ડ્રોન હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ કર્યા છે. શુક્રવાર રાતથી પાકિસ્તાને ભારતના 26 શહેરો પર હુમલા કર્યા. જેને આપણી ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ કરી દીધા છે. આ ઘટનાક્રમ વચ્ચે ભારતે મોટો નિર્ણય લેતા 32 ઍરપોર્ટ્સને અનિશ્ચિત સમય સુધી બંધ કરી દીધા છે.
‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ ઓપરેશન પછી, પાકિસ્તાને ભારત પર એક પછી એક હુમલા કર્યા છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે પાકિસ્તાને દેશમાં 26 સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે ભારત સરકાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે ભારતે આતંકવાદ સામે કડક વલણ બતાવવાનો નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી કાર્યવાહીને ભારત સામે યુદ્ધની કાર્યવાહી ગણવામાં આવશે. અને જવાબ પણ એ જ રીતે આપવામાં આવશે.
છેલ્લા ૩ દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધુ ઉગ્ર બની રહ્યો છે. પાકિસ્તાન તાબડતોબ ભારત પર ડ્રોન હુમલા કરી રહ્યું છે. ભારત સરકારનું કહેવું છે કે તેમના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબ રૂપે કરવામાં આવી રહી છે.
આ દરમિયાન, ભારત સરકાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે નિર્ણય લીધો છે કે હવે આતંકવાદ વિરુદ્ધ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. ભવિષ્યમાં, કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિને ભારત વિરુદ્ધ યુદ્ધ ગણવામાં આવશે. અને આવી પ્રવૃત્તિનો પણ તે જ રીતે જવાબ આપવામાં આવશે.
આ પહેલા ભારતે કહ્યું હતું કે પાકિસ્તાન સતત આપણા પર હુમલો કરી રહ્યું છે. ભારત દ્વારા પશ્ચિમ સરહદ પર ડ્રોન, લાંબા અંતરના હથિયારો અને ફાઇટર પ્લેન દ્વારા પાકિસ્તાનની ઉશ્કેરણીજનક કાર્યવાહીને નિષ્ફળ બનાવવામાં આવી છે. ભારતીય સેનાએ એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં તેના સૈનિકો તૈનાત કરી રહ્યું છે જે પરિસ્થિતિને વધુ તંગ બનાવવાના તેના આક્રમક ઇરાદાને દર્શાવે છે.
ગયા મહિને 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓના ધર્મ પૂછી-પૂછીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોષ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે અમે આતંકવાદીઓને અને તેમનેે પોષનારાઓને તેમની કલ્પનાથી પણ મોટી સજા આપશુ.
આ આતંકવાદી હુમલાના 15મા દિવસે, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 9 સ્થળોએ હુમલો કર્યો અને આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. આ હુમલામાં પાકિસ્તાનને ઘણું નુકસાન થયું અને અનેક આતંકવાદીઓનો નાશ થયો. આ પછી, પાકિસ્તાને વળતો જવાબ આપ્યો અને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉત્તમ સુરક્ષા વ્યવસ્થાને કારણે, સેના પાડોશી દેશના દરેક હુમલાને નિષ્ફળ બનાવવામાં સફળ રહી. ભારત છેલ્લા 3 દાયકાથી આતંકવાદી ઘટનાઓથી પરેશાન છે અને હવે ભારતે તેની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
Published On - 4:17 pm, Sat, 10 May 25