Breaking News: મુસ્લિમ દબંગોની ગુંડાગીરી સામે પોલીસ લાચાર? 40 પરિવારો પલાયન કરવા મજબૂર, ઘરો પર લાગ્યા ‘મકાન વેચવાનું છે’ના પોસ્ટરો

એક સોસાયટીમાં ખુલ્લેઆમ દબંગોનો આતંક જોવા મળી રહ્યો છે. ડર એવો છે કે, લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે અને ઘરો પર 'મકાન વેચવાનું છે' તેવા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે.

Breaking News: મુસ્લિમ દબંગોની ગુંડાગીરી સામે પોલીસ લાચાર? 40 પરિવારો પલાયન કરવા મજબૂર, ઘરો પર લાગ્યા મકાન વેચવાનું છેના પોસ્ટરો
| Updated on: Feb 04, 2026 | 2:02 PM

આગ્રાની એક સોસાયટીમાં ખુલ્લેઆમ દબંગોનો આતંક જોવા મળી રહ્યો છે. ડર એવો છે કે, લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે અને ઘરો પર ‘મકાન વેચવાનું છે’ તેવા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે. આ મામલો કમલા નગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા ભગવાન નગરનો છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

મુસ્લિમ દબંગોનો ત્રાસ વધ્યો

પોસ્ટર લગાવનારા લોકોનું કહેવું છે કે, તેઓ દબંગોના ડરથી વિસ્તાર છોડી રહ્યા છે. આરોપ છે કે, મુસ્લિમ દબંગો અવારનવાર મારપીટ અને હેરાનગતિ કરે છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. પીડિતોનું કહેવું છે કે, જ્યાં સુધી સમસ્યાનું કાયમી સમાધાન નહીં આવે ત્યાં સુધી તેઓ પોસ્ટર હટાવશે નહીં. તેઓ પોતાના ઘર વેચીને જગ્યાએ શિફ્ટ થઈ જશે.

40 જેટલા ઘરો પર પોસ્ટરો લગાવી દેવાયા

તાજનગરી આગ્રાની એક સોસાયટીમાં લોકો દબંગોના આતંકને કારણે પલાયન કરવા મજબૂર બન્યા છે. કમલા નગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા ભગવાન નગરમાં 40 જેટલા ઘરો પર ‘મકાન વેચવાનું છે’ તેવા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે, તેઓ દબંગોના ડરથી આ વિસ્તાર છોડી રહ્યા છે. જો કે, આટલી મોટી સંખ્યામાં પોસ્ટરો લાગ્યા બાદ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

આરોપ છે કે, અહીં કેટલાક મુસ્લિમ દબંગોએ દહેશતનો એવો માહોલ ઊભો કર્યો છે કે, 40 થી વધુ ઘરો પર ‘મકાન વેચાઉ’ના પોસ્ટરો જોવા મળી રહ્યા છે. દબંગ મુસ્લિમ યુવકો દ્વારા અવારનવાર થતા ઝઘડા અને મારપીટથી સોસાયટીના રહીશો ત્રાસી ગયા છે. પીડિતોનો આરોપ છે કે, આ યુવકો તેમને સતત ધમકાવે છે, જેનાથી કંટાળીને લોકોએ હવે પોતાના મકાન વેચી દેવાનો નિર્ણય લીધો છે. પીડિતોએ આ દબંગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

લગ્નના દિવસે પણ આતંક

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ લોકોનું કહેવું છે કે, જ્યાં સુધી સમસ્યાનું કાયમી સમાધાન નહીં આવે ત્યાં સુધી તેઓ પોસ્ટર હટાવશે નહીં. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, તેમની સોસાયટીમાં શહેઝાદ અને તેનો પુત્ર સની પરિવાર સાથે રહે છે. સની દબંગ સ્વભાવનો છે અને અવારનવાર સોસાયટીના લોકો સાથે મારપીટ કરે છે. 2 ફેબ્રુઆરીને રોજ એક પરિવારમાં લગ્ન હતા, ત્યારે સની તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને મારપીટ કરવા લાગ્યો હતો. સ્થાનિક કોર્પોરેટર હરિઓમ ગોયલે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

લોકોનો આરોપ છે કે, સનીએ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વચ્ચે બચાવ કરવા આવેલા લોકોને પણ ઈજાઓ પહોંચી છે. પ્રીતિ અગ્રવાલનું કહેવું છે કે, સનીએ તેમની સાથે પણ અભદ્ર વર્તન કર્યું અને ગાળો આપવા લાગ્યો.

લોકોનું કહેવું છે કે, અગાઉ પણ અનેકવાર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે પરંતુ પોલીસ આરોપી વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી. કોર્પોરેટર હરિઓમનું કહેવું છે કે, આરોપી યુવક તેમની સાથે પણ મારપીટ કરી ચૂક્યો છે અને તે સમયે લોકોએ જેમ-તેમ કરીને તેમનો જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો: સસંદમાં કાગળો ફેંકવા બદલ 8 વિપક્ષી સાંસદ સમગ્ર બજેટ સત્રમાંથી સસ્પેન્ડ

Follow Us
Loading...
Unable to load recommendations.