Delhi : કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) જાહેરાત કરી હતી કે મહિલા અનામત બિલનું નામ ‘નારી શક્તિ વંદન એક્ટ’ હશે. તેમણે કહ્યું કે આ કાયદાના અમલ પછી આપણું લોકતંત્ર વધુ મજબૂત બનશે. અમારી સરકાર આ કાયદાને કાયદો બનાવવા મક્કમ છે. જ્યારે લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો.
બિલના ડ્રાફ્ટ અનુસાર, દિલ્હી સહિત સંસદ અને તમામ વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત હશે. મોટી વાત એ છે કે SC-ST વર્ગ માટે ક્વોટાની અંદર ક્વોટા લાગુ કરવામાં આવશે. મતલબ કે 33 ટકા અનામતની અંદર SC-STમાં સમાવિષ્ટ જાતિઓ માટે અનામતની જોગવાઈ હશે. પરંતુ ઓબીસી વર્ગ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
આ પણ વાંચો : PHOTOS : Pakistanમાં ચાલે છે આ અજીબોગરીબ બાઇક, લોકોએ કહ્યુ સસ્તો ‘જુગાડ’
કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે મહિલા આરક્ષણ બિલની અવધિ 15 વર્ષ હશે. જો કે, સંસદ પાસે આ સમયગાળો વધારવાની સત્તા હશે. મેઘવાલે કહ્યું કે આ કાયદો પસાર થયા બાદ લોકસભામાં મહિલા સીટોની સંખ્યા વધીને 181 થઈ જશે. હાલ લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 82 છે.
આ પણ વાંચો : New York News: બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનને ન્યૂયોર્કમાં છેલ્લી ક્ષણે બોલતા અટકાવાઈ, આ છે કારણ
બિલના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે સીમાંકન પછી જ અનામત લાગુ કરવામાં આવશે. બિલના ડ્રાફ્ટ અનુસાર સીમાંકન માટે કમિશનની રચના કરવામાં આવશે. સીમાંકન બાદ સીટોમાં લગભગ 30 ટકાનો વધારો થશે. સીમાંકન સંસદ અને વિધાનસભા બંને માટે હશે.
પીએમ મોદીએ કહ્યું કે જો બિલ કાયદો બનશે તો સંસદમાં મહિલાઓની સંખ્યા અનેકગણી વધી જશે. હું તમામ સાંસદોને બિલ પાસ કરવા વિનંતી કરું છું. હું નારી શક્તિ વંદન કાયદા માટે દેશની તમામ બહેનો અને દીકરીઓને અભિનંદન આપું છું. 19મી સપ્ટેમ્બરના આજનો વખાણ ઈતિહાસમાં નોંધાશે.
Published On - 2:18 pm, Tue, 19 September 23