Breaking News: J P Nadda સંભાળશે વધુ એક વર્ષ માટે ભાજપનું પ્રમુખ પદ, 2024 લોકસભાની ચૂંટણી તેમની અધ્યક્ષતામાં લડાશે

|

Jan 17, 2023 | 4:34 PM

જે.પી.નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી વધારવામાં આવ્યો છે. તેથી સ્પષ્ટ છે કે કોવિડના કારણે સભ્યતા અભિયાન થઈ શક્યુ નહીં, તેથી રાષ્ટ્રીય અધ્યક્ષને એક્સટેન્શન આપવામાં આવ્યું.

Breaking News: J P Nadda સંભાળશે વધુ એક વર્ષ માટે ભાજપનું પ્રમુખ પદ, 2024 લોકસભાની ચૂંટણી તેમની અધ્યક્ષતામાં લડાશે
Tenure of JP Nadda as BJP national president extended till June 2024
Image Credit source: TV9 GFX

Follow us on

Breaking News: ભાજપની કાર્યકારિણી બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. જે.પી.નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી વધારવામાં આવ્યો છે. તેથી સ્પષ્ટ છે કે કોવિડના કારણે સભ્યતા અભિયાન થઈ શક્યુ નહીં, તેથી રાષ્ટ્રીય અધ્યક્ષને એક્સટેન્શન આપવામાં આવ્યું. રાજનાથ સિંહે પ્રસ્તાવ મુક્યો અને બધાએ ધ્વનિમતથી તેને પાસ કરી દીધો.

નડ્ડાજીએ કાર્યકાળ દરમિયાન ખુબ જ સારા કામ કર્યા: અમિત શાહ

અમિત શાહે કહ્યું કે બૂથથી લઈ રાષ્ટ્રીય સ્તર પર નડ્ડાજીએ કાર્યકાળમાં કોવિડ દરમિયાન સેવા જ સંગઠન કાર્યક્રમ ચલાવવામાં આવ્યું અને ખુબ જ સરસ રીતે કામ કરવામાં આવ્યું. બિહારમાં અમારો સ્ટ્રાઈક રેટ સૌથી વધારે રહ્યો. મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મણિપુર, ઉત્તરાખંડ અને ગુજરાત તમામ જગ્યા પર અમે જીત્યા.

આ પણ વાંચો: રાહુલ ગાંધીનો RSS પર સૌથી મોટો હુમલો, કહ્યુ- માથું કપાવી નાખીશ, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓફિસે જઈશ નહીં

જે.પી.નડ્ડાના નેતૃત્વમાં 2024 લોકસભા ચૂંટણી જીતીશું

ગોવામાં હેટ્રિક લગાવી પૂર્ણ બહુમતની સરકાર બનાવવામાં અમે સફળ રહ્યા. નડ્ડાજીના નેતૃત્વમાં ગુજરાતમાં પણ અમે ઐતિહાસિક જીત મેળવી છે. નડ્ડાજીના નેતૃત્વમાં ખુબ સફળતા ભાજપને મળી છે. દેશભરમાં વિજય સંકલ્પ યાત્રા અને મારૂ બૂથ સૌથી મજબૂત ચાલી રહ્યું છે. આ વર્ષે નડ્ડાજીના નેતૃત્વમાં અમે 9 રાજ્યોમાં જીતીને આવીશું. 2024માં લોકસભા ચૂંટણી પણ જીતીશું.

જે.પી.નડ્ડાએ 2019માં સંભાળી ભાજપની કમાન

જે.પી.નડ્ડાનો 3 વર્ષનો કાર્યકાળ આ વર્ષે 20 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો હતો. તે પહેલા તેમને જુલાઈ 2019માં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 20 જાન્યુઆરી 2020એ તેમને પૂર્ણ સમય માટે અધ્યક્ષ તરીકે પાર્ટીની કમાન સંભાળી હતી. ભાજપના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષને સતત 3 વર્ષ માટે 2 કાર્યકાળ આપવાની જોગવાઈ છે. આપને જણાવી દઈએ કે જે.પી.નડ્ડાનો જન્મ બિહારની રાજધાની પટનામાં બે ડિસેમ્બર 1960ના રોજ થયો હતો.

ભાજપે તમામ 9 ચૂંટણી જીતવાનું રાખ્યું મોટુ લક્ષ્ય

ગઈકાલે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જે.પી.નડ્ડાના ભાષણની જાણકારી આપી હતી. તેમને કહ્યું હતું કે વર્ષ 2023 આપણા માટે ખુબ મહત્વપૂર્ણ છે અને અમે 9 પ્રદેશોમાં ચૂંટણી લડવાની છે. પ્રસાદે જણાવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષે આહ્વાન કર્યુ કે ચૂંટણી માટે કમર કસી લો, આપણે તમામ 9 રાજ્યમાં જીત મેળવવાની છે.

Published On - 3:57 pm, Tue, 17 January 23

Next Article