Breaking News: બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ

|

Apr 04, 2023 | 5:54 PM

Bengal Violence: પશ્ચિમ બંગાળમાં રામનવમીની હિંસાને ધ્યાનમાં રાખીને ભાજપના બંગાળ એકમના અધ્યક્ષ સુકાંત મજુમદારના પત્રના જવાબમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (home ministry) બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.

Breaking News: બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ
Bengal Violence

Follow us on

Bengal Violence: પશ્ચિમ બંગાળના હાવડા બાદ હુગલીમાં રામનવમીની શોભાયાત્રાને લઈને થયેલી હિંસા બાદ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી બંગાળમાં હિંસાને લઈને રિપોર્ટ માંગ્યો છે. બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે રામનવમી પર ગૃહ પ્રધાનને પત્ર લખીને બંગાળમાં હુગલી અને હાવડા જેવા સ્થળોએ હિન્દુઓ અને મુસ્લિમ તુષ્ટિકરણ પર એકતરફી કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો.

સુકાંત મજુમદારના પત્રના જવાબમાં જ ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી બંગાળ સરકારને 24 કલાકમાં રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય સચિવને લખેલા પત્રમાં પૂછવામાં આવ્યું છે કે રાજ્યની પોલિસ તરફથી હિંસાને લઈને શું કાર્યવાહી કરવામાં આવી છે? રાજ્ય પોલીસ હિંસાને લઈને શું પગલાં લેવામાં આવ્યા છે? આ વિશે સંપૂર્ણ માહિતી માંગવામાં આવી છે.

ઐશ્વર્યા રાયથી લઈને દીપિકા સુધીના આ બોલિવૂડ સ્ટાર્સે ટીવી એડથી શરૂઆત કરી હતી પોતાની કારકિર્દીની
આજનું રાશિફળ તારીખ 29-09-2024
સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?

સુકાંત મજમુદારે કેન્દ્રીય ગૃહમંત્રીને લખ્યો પત્ર

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના હાવડાના શિવપુર અને હુગલી જિલ્લાના રિસદામાં રામનવમીના દિવસે અને ત્યારબાદ હિંસાની ઘટનાઓ બની છે. તેને ધ્યાનમાં રાખીને ભાજપના બંગાળ એકમના અધ્યક્ષ સુકાંત મજુમદારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ત્રણ પત્ર લખ્યા છે. તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ વાતચીત કરી છે. સુકાંત મજુમદારે આજે પણ કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં સુકાંત મજુમદારે આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળ પોલીસ પક્ષપાતપૂર્ણ કાર્યવાહી કરી રહી છે. હિન્દુઓની ધરપકડ કરવામાં આવી રહી છે, જ્યારે ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

આ દરમિયાન સુકાંત મજુમદારના નેતૃત્વમાં ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સીવી આનંદ બોઝને મળવા રાજભવન પહોંચ્યું હતું. ભાજપના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને હસ્તક્ષેપની ફરિયાદ કરવા વિનંતી કરી હતી. સુકાંત મજુમદારે કહ્યું કે આ સમગ્ર મામલે પોલીસ મૂકદર્શક બની રહી. તમને જણાવી દઈએ કે આજે સુકાંત મજુમદાર હુગલીમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને રોક્યા.

શુભેન્દુ અધિકારીએ હિંસા માટે મમતા બેનર્જીને ઠેરવ્યા જવાબદાર

આ પણ વાંચો : Breaking News: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત કોરોના પોઝિટિવ

બીજી તરફ શુભેન્દુ અધિકારીએ હિંસા માટે તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે મુસ્લિમ વોટબેંક તૃણમૂલ કોંગ્રેસથી સરકી રહી છે. એટલા માટે આ હિંસા જાણીજોઈને વિચારેલા કાવતરા હેઠળ કરવામાં આવી છે. તેમને કહ્યું કે આ હિંસા માટે ટીએમસીના નેતાઓ જવાબદાર છે અને મમતા બેનર્જી તેના માટે દોષિત છે. શુભેન્દુ અધિકારી એસએસકેએમ હોસ્પિટલમાં દાખલ ઘાયલ ભાજપ સમર્થકને મળ્યા હતા.

રાષ્ટ્રીય સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 5:00 pm, Tue, 4 April 23

Next Article