BREAKING NEWS : તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, નવના મોત

પહેલો વિસ્ફોટ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયો હતો. ફાયર વિભાગના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યારે બીજો વિસ્ફોટ તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના કમ્માપટ્ટી ગામમાં બીજી કોઈ ફેકટરીમાં થયો હતો. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે.

BREAKING NEWS : તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, નવના મોત
Firecracker factory blast in Tamil Nadu
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Oct 17, 2023 | 5:50 PM

તમિલનાડુના શિવાકાશી નજીક ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં આજે મંગળવારે એક પછી એક બે વિસ્ફોટ થયા હતા. ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ થવાના કારણે ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ફટાકડાની ફેકટરીમાં થયેલા વિસ્ફોટ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, પહેલો વિસ્ફોટ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયો હતો. ફાયર વિભાગના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યારે બીજો વિસ્ફોટ તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના કમ્માપટ્ટી ગામમાં બીજી કોઈ ફેકટરીમાં થયો હતો. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિસ્ફોટ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ પહેલા તમિલનાડુના અરિયાલુરમાં ફટાકડાની ફેકટરીમાં 9 ઓક્ટોબરે થયેલા વિસ્ફોટમાં ત્રણ મહિલાઓ સહિત 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના જ્યાં બની તે ફેક્ટરી અને વેરહાઉસ તમિલનાડુના વેત્રીયુર મદુરા વિરાગુલર ગામમાં સ્થિત છે. વિસ્ફોટની ઘટના બાદ, ફેક્ટરીના માલિક રાજેન્દ્ર અને તેના જમાઈ અરુણ કુમારની પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિવાળીને ધ્યાનમાં રાખીને રાજેન્દ્રને 30 વધુ કામદારોને કામે રાખ્યા હતા, જેઓ ફટાકડાની દેશવ્યાપી માંગને પહોંચી વળવા માટે સતત ઓવરટાઇમ કરી રહ્યા હતા, તે સમયે આ વિસ્ફોટની ઘટના બની હતી.

Published On - 5:40 pm, Tue, 17 October 23