Breaking News : સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચની મોટી જીત, SIR કરાવવાનો ચૂંટણી પંચનો અધિકાર

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે બિહારમાં SIR કરીને જનપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન કર્યું નથી, કારણ કે આવી કવાયત મતદાર યાદીની ચોકસાઈ સુનિશ્ચિત કરે છે

Breaking News :  સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચની મોટી જીત, SIR કરાવવાનો ચૂંટણી પંચનો અધિકાર
| Updated on: May 27, 2026 | 11:45 AM

સુપ્રીમ કોર્ટે આજે બુધવારના રોજ એક મહત્વનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, ચૂંટણી પંચની પાસે એસઆઈઆર કરાવવાનો સંપૂર્ણ અધિકાર છે. કોર્ટમાં બિહારમાં વોટર લિસ્ટની સ્પેશિયલ ઈન્ટેસિવ રિવીઝન પ્રકિયાને પડકારવામાં આવી હતી. જેને રદ કરી કોર્ટે SIR કરાવવાની ચૂંટણી પંચની સત્તાઓને સમર્થન આપ્યું હતું. આ અરજીઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે કમિશન પાસે બંધારણની કલમ 326, જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ આટલા મોટા પાયે SIR ચલાવવાની સત્તાનો અભાવ છે.

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચની મોટી જીત

દેશની મોટી કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે,ચૂંટણી પંચે બિહારમાં એસઆઈઆર કરાવી જનપ્રતિનિધિત્વ અધિનિયમનું કોઈ ઉલ્લંધન કર્યું નથી. કારણ કે, આ પ્રકારના અભ્યાસથી વોટર લિસ્ટની શુદ્ધતા સુનિશ્ચિત અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં સહાયતા મળે છે.કોર્ટે કહ્યું કે, અમે આ વાતથી સંપૂર્ણ સંતુષ્ટ છીએ કે, એસઆઈઆર દ્વારા પ્રાપ્ત થનાર ઉદ્દેશ્ય સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના સંવૈધાનિક લક્ષ્ય સાથે સીધો જોડાયેલો છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માત્ર મતદાનની પ્રકિયા પર નિર્ભર કરતી નથી. તે મુળ રુપથી વોટર લિસ્ટની સત્યનિષ્ઠા, સટીકતા અને વિશ્વસનીયતા પર નિર્ભર કરે છે. જે લોકતાંત્રિક પ્રકિયાનો પાયો છે.

કોર્ટે પોતાના ચુકાદામાં વધુમાં જણાવ્યું હતું કે, આયોગ દ્વારા નોંધાયેલા કારણો, જેમ કે છેલ્લા વ્યાપક સુધારા પછી ચાર દાયકાથી વધુ સમયનો વિરામ, વર્ષોથી મોટા પાયે નામ ઉમેરવા અને કાઢી નાખવા, ઝડપી શહેરીકરણ, સ્થળાંતર અને પરિણામે મતદાર યાદીમાં ડુપ્લિકેશન અને અચોક્કસતાની શક્યતા, સ્પષ્ટપણે તે મૂળભૂત અખંડિતતા જાળવવા તરફ નિર્દેશિત છે.

આ પ્રક્રિયાની સમયમર્યાદા પર પણ સવાલો ઉઠ્યા

અરજદારોનો એવો પણ આરોપ છે કે ,મતદાર યાદીનું આ સંશોધન “NRC જેવી પ્રક્રિયા છે, જેમાં ચૂંટણી પંચ નાગરિકતાની ચકાસણી કરી રહ્યું છે, જે સત્તા ફક્ત કેન્દ્ર સરકાર પાસે છે. ADR નું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ પ્રશાંત ભૂષણે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નિર્ધારિત સમયમર્યાદા પર પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે 6.5 મિલિયન મતદારોના ડેટા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો જેમને કાં તો મૃત જાહેર કરવામાં આવ્યા હતા, સ્થળાંતરિત ગણવામાં આવ્યા હતા, અથવા અલગ મતવિસ્તારમાં નોંધાયેલા તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. અહી ક્લિક કરો

Follow Us