
પશ્ચિમ બંગાળના પૂર્વમંત્રી અને તૃણમૃણ કોંગ્રેસના નેતા સુજીત બોસને ઈડીએ નગરપાલિકામાં ભરતી કૌંભાડ મામલે સોમવારે ધરપકડ કરી છે. ઈડીનો આરોપ છે કે, સુજીત બોસ નોર્થ દમ દમ, દક્ષિણ દમ દમ અને હલીશહર સહિત અનેક નગરપાલિકાઓ મોટા ભરતી કૌભાંડમાં સંડોવાયેલો છે.સુજીત બોસે સોમવારે સવારે સાલ્ટલેકના સીજીઓ કોમ્પલેકસમાં ઈડીની ઓફિસમાં રજુ કરવામાં આવ્યા હતા. અંદાજે સાડા 10 કલાકની પુછપરછ પછી ઈડીએ રાજ્યના પૂર્વ મંત્રી અને તૃણમૃણ નેતા સુજીત બોસની ધરપકડ કરી છે.
આ પહેલા સુજીત બોસ 1 મેના રોજ ઈડીની ઓફિસમાં રજુ થયા હતા પરંતુ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ 4 મેના રોજ ઈડી ઓફિસમાં સમન્સ મોકલવામાં આવ્યા હતા. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને દક્ષિણ દમ દમ નગરપાલિકામાં ભરતીમાં ભ્રષ્ટાચારની તપાસના સંદર્ભમાં સમન્સ મોકલવામાં આવ્યા હતા, જેમાં નોકરી શોધનારાઓની ગેરકાયદેસર ભલામણનો સમાવેશ થતો હતો.
સુજીતના દીકરા સમુદ્ર બોસ અને પરિવારના અન્ય સભ્યોને પણ ઈડીએ સમન મોકલ્યું છે. તેનું નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું હતુ. વારંવાર સમન મોકલવા પર સુજીત બોસે દાવો કર્યો કે, એક બીજી સેન્ટ્રલ એજન્સી,સીબીઆઈ આ મામલે પહેલા જ ચાર્જશીટ જમા કરી ચૂકી છે. જેમાં તેને બોલાવવામાં આવી રહ્યો છે.
સુજીત બોસે દાવો કર્યો કે, તેનું નામ એ ચાર્શીટમાં ન હતુ પરંતુ તે ઈડીની જાળમાંથી બચી શક્યો નહી. ઈડીના સુત્રના જણાવ્યા મુજબ સુજીત બોસ સોમવારના રોજ ફિઝિકલ એક્ઝામિનેશન થશે. ત્યારબાદ તેને કસ્ટડીમાં રાખવામાં આવશે. ઈડી મંગળવાર એટલે કે, આજે રાજ્યના ભૂતપૂર્વ અગ્નિશામક મંત્રીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.