AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બંગાળમાં EDની મોટી કાર્યવાહી, મ્યુનિસિપલ ભરતી કૌભાંડમાં પૂર્વ અગ્નિશમન મંત્રી સુજીત બોસની ધરપકડ

પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી અને ટીએમસી નેતા સુજીત બોસની ઈડીએ નગરપાલિકા ભરતી કૌંભાડમાં ધરપકડ કરવામાં આવી છે.ઈડીએ તેના દીકરાના રેસ્ટોરન્ટ અને નજીકના સહયોગીની ઓફિસમાંથી લાખો રૂપિયા પણ રિકવર કર્યા છે.

Breaking News :  બંગાળમાં EDની મોટી કાર્યવાહી, મ્યુનિસિપલ ભરતી કૌભાંડમાં પૂર્વ અગ્નિશમન મંત્રી સુજીત બોસની ધરપકડ
| Updated on: May 12, 2026 | 7:36 AM
Share

પશ્ચિમ બંગાળના પૂર્વમંત્રી અને તૃણમૃણ કોંગ્રેસના નેતા સુજીત બોસને ઈડીએ નગરપાલિકામાં ભરતી કૌંભાડ મામલે સોમવારે ધરપકડ કરી છે. ઈડીનો આરોપ છે કે, સુજીત બોસ નોર્થ દમ દમ, દક્ષિણ દમ દમ અને હલીશહર સહિત અનેક નગરપાલિકાઓ મોટા ભરતી કૌભાંડમાં સંડોવાયેલો છે.સુજીત બોસે સોમવારે સવારે સાલ્ટલેકના સીજીઓ કોમ્પલેકસમાં ઈડીની ઓફિસમાં રજુ કરવામાં આવ્યા હતા. અંદાજે સાડા 10 કલાકની પુછપરછ પછી ઈડીએ રાજ્યના પૂર્વ મંત્રી અને તૃણમૃણ નેતા સુજીત બોસની ધરપકડ કરી છે.

આ પહેલા સુજીત બોસ 1 મેના રોજ ઈડીની ઓફિસમાં રજુ થયા હતા પરંતુ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ 4 મેના રોજ ઈડી ઓફિસમાં સમન્સ મોકલવામાં આવ્યા હતા. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને દક્ષિણ દમ દમ નગરપાલિકામાં ભરતીમાં ભ્રષ્ટાચારની તપાસના સંદર્ભમાં સમન્સ મોકલવામાં આવ્યા હતા, જેમાં નોકરી શોધનારાઓની ગેરકાયદેસર ભલામણનો સમાવેશ થતો હતો.

નગરપાલિકમાં ભરતી કૌભાંડમાં મોટું એક્શન

સુજીતના દીકરા સમુદ્ર બોસ અને પરિવારના અન્ય સભ્યોને પણ ઈડીએ સમન મોકલ્યું છે. તેનું નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું હતુ. વારંવાર સમન મોકલવા પર સુજીત બોસે દાવો કર્યો કે, એક બીજી સેન્ટ્રલ એજન્સી,સીબીઆઈ આ મામલે પહેલા જ ચાર્જશીટ જમા કરી ચૂકી છે. જેમાં તેને બોલાવવામાં આવી રહ્યો છે.

સુજીત બોઝ સામેના આરોપો વિશે જાણો.

  • સોલ્ટ લેક સેક્ટર 5માં સુજીત બોઝના પુત્રના રેસ્ટોરન્ટમાંથી 45 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા.
  • ડાઇનિંગ ટેબલ કે રસોડા વગર રેસ્ટોરન્ટ કેવી રીતે ચાલી રહ્યું છે? EDનો દાવો છે કે પૂર્વ મંત્રી રેસ્ટોરન્ટ પાછળ કાળા નાણાંની લોન્ડરિંગ કરી રહ્યા હતા.
  • તારતલામાં સુજીત બોઝના નજીકના એક ઉદ્યોગપતિની ઓફિસની તપાસમાં અંદાજે 3 કરોડ રૂપિયા મળ્યા.
  • EDએ મ્યુનિસિપલ ભરતી કૌભાંડમાં CBIના કેસના આધારે ECIR દાખલ કર્યો.

10 કલાકની પુછપરછ બાદ ધરપકડ કરાઈ

સુજીત બોસે દાવો કર્યો કે, તેનું નામ એ ચાર્શીટમાં ન હતુ પરંતુ તે ઈડીની જાળમાંથી બચી શક્યો નહી. ઈડીના સુત્રના જણાવ્યા મુજબ સુજીત બોસ સોમવારના રોજ ફિઝિકલ એક્ઝામિનેશન થશે. ત્યારબાદ તેને કસ્ટડીમાં રાખવામાં આવશે. ઈડી મંગળવાર એટલે કે, આજે રાજ્યના ભૂતપૂર્વ અગ્નિશામક મંત્રીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળ એ નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશની સરહદને અડીને આવેલું રાજ્ય છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">