Breaking News : 15 ઓગસ્ટથી રામ લલ્લાના પુજારી નવા ડ્રેસ કોડમાં જોવા મળશે, જાણો નવો પોશાક કેવો હશે?

Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિરમાં 15 ઓગ્સ્ટથી પુજારી માટે નવો ડ્રેસ કોર્ડ લાગુ કરવામાં આવ્યો છે. જેનાથી પુજા વ્યવસ્થામાં એકરુપતા કરાશે.

Breaking News  : 15 ઓગસ્ટથી રામ લલ્લાના પુજારી નવા ડ્રેસ કોડમાં જોવા મળશે, જાણો નવો પોશાક કેવો હશે?
| Updated on: Aug 14, 2026 | 8:07 AM

Ram Mandir News Dress Code : અયોધ્યા સ્થિત ભવ્ય શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલ્લાની સેવા પુજાને વધારે અનુશાસિત, સાત્વિક અને વ્યવસ્થિત બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 15 ઓગસ્ટથી મંદિર પરિસરમાં સેવા આપનાર તમામ પુજારીઓ માટે એક નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ ફેરફાર પછી રામલ્લાની સેવામાં તૈનાત તમામ પુજારીઓ એક નકકી કરેલા ડ્રેસમાં જોવા મળશે.

રેશમી વસ્ત્રો પવિત્રતા અને સાત્વિકતાનું પ્રતિક

નવા ડ્રેસ કોર્ડ અંતર્ગત તમામ પુજારીઓ માટે પીળી ધોતી અને અંગવસ્ત્ર નક્કી કરવામાં આવ્યા છે. ગરમી અને સામાન્ય ઋતુ માટે પણ આ ડ્રેસ સંપૂર્ણ રીતે રેશમી અને સિલાઈ વગરના હશે. ધાર્મિક સમિતિના અનુસાર વસ્ત્રોની પસંદગી ધાર્મિક મર્યાદા અને શાસ્ત્રોની શુચિતાને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યા છે. મહંત રાજકુમાર દાસે જણાવ્યું કે, સનાતન પરંપરામાં રેશમી વસ્ત્રોને પવિત્રતા અને સાત્વિકતાનું પ્રતિક માનવામાં આવે છે. હવામાનના મિજાજને જોતા શિયાળામાં પુજારીઓ માટે પીળા રંગની ઉનના ડ્રેસનું નક્કી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના સમયે પુજારી પારંપારિક સિવેલી કુર્તો પહેરે છે. પરંતુ ધાર્મિક સમિતિએ પુજા અર્ચનાની પ્રાચીન પદ્ધતિઓ વૈદિક મર્યાદા અને વસ્ત્રોની સુચિતાને પ્રાર્થમિકતા આપતા આમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવે સિલાઈ વગરના રેશમી પિતામ્બરને જ મુખ્ય વેશભૂષાના રુપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે.

તમામ શિફ્ટના પુજારીઓ પર આ નિયમ લાગુ થશે

આ નવો નિયમ મંદિરમાં અલગ અલગ સમય અને શિફ્ટમાં સેવા આપનાર તમામ મુખ્ય અને સહાયક પુજારીઓ પર સમાન રુપે લાગુ થશે. એક સમાન ડ્રેસથી માત્ર મંદિર વ્યવસ્થાપનમાં માત્ર શિસ્ત અને એકરૂપતા જ ​​નહીં, પણ ભક્તો માટે પૂજારીઓને ઓળખવાનું પણ સરળ બનશે. 15 ઓગસ્ટથી, રામ મંદિરની મુલાકાત લેનારા લાખો ભક્તો રામ લલ્લાના દરબારમાં એક નવી, પવિત્ર અને શિસ્તબદ્ધ છબી જોશે.

 

રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે.  અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.