Breaking News: દિલ્હીની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી

|

May 16, 2023 | 10:27 AM

પોલીસની એક ટીમ સૂચના પર તરત જ સ્કૂલ પહોંચી ગઈ હતી. દિલ્હી પોલીસે સાવચેતીના પગલા તરીકે સ્કૂલને ખાલી કરાવી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે શાળાના બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. સાથે જ બોમ્બ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Breaking News: દિલ્હીની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી
Delhi School

Follow us on

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની (Delhi) શાળાઓને એક પછી એક ધમકીઓ મળી રહી છે. હવે ફરી એક શાળાને આવી જ ધમકી મળી છે. આ શાળા દક્ષિણ દિલ્હીના પુષ્પ વિહાર વિસ્તારમાં આવેલી છે. શાળાનું નામ અમૃતા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકી મેનેજમેન્ટને મેઈલ કરવામાં આવી છે. ઈમેલ આજે સવારે 6.35 વાગ્યે આવ્યો હતો.

દિલ્હી પોલીસે સાવચેતીના પગલા તરીકે સ્કૂલને ખાલી કરાવી

સ્કૂલ મેનેજમેન્ટે તરત જ આ અંગે દિલ્હી પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. આ પછી પોલીસની એક ટીમ સૂચના પર તરત જ સ્કૂલ પહોંચી ગઈ હતી. દિલ્હી પોલીસે સાવચેતીના પગલા તરીકે સ્કૂલને ખાલી કરાવી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે શાળાના બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. સાથે જ બોમ્બ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બોમ્બ સ્ક્વોડની એક ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે સ્કૂલની અંદર કોઈ વિસ્ફોટક પદાર્થ મૂકવામાં આવ્યો છે કે કેમ.

આ પણ વાંચો: Karnataka: ડીકે શિવકુમાર કે સિદ્ધારમૈયા ? આજે ઊંચકાશે પડદો, કોંગ્રેસ સરકાર રચવા અંગે લેશે નિર્ણય

અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે સ્કૂલ મેનેજમેન્ટને મળેલા મેઈલની પણ તપાસ કરવામાં આવશે. પોલીસ તેનું આઈપી એડ્રેસ પણ ટ્રેસ કરશે. જો કે આ ઘટનાને લઈને શાળામાં ભયનો માહોલ છે. આવી ધમકીઓથી સ્કૂલ મેનેજમેન્ટ ગભરાટમાં છે. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે આ કૃત્ય કોણે કર્યું છે તેને શોધી કાઢવામાં આવશે. પોલીસ પણ મજાકમાં કોઈએ મેઈલ કર્યો નથી તેવી માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે.

દિલ્હીની શાળાઓને ભૂતકાળમાં પણ મળી છે ધમકીઓ

આ કોઈ નવી વાત નથી, આ પહેલા પણ એપ્રિલમાં દિલ્હી પબ્લિક સ્કૂલમાં બોમ્બની ધમકી મળી હતી. જો કે, જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે કોઈ વિસ્ફોટક સામગ્રી મળી ન હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે આ એક અફવા છે. ત્યાર બાદ આ વર્ષે 12 એપ્રિલે દિલ્હીની એક સ્કૂલને પણ આવી જ ધમકી આપવામાં આવી હતી. સ્કૂલનું નામ ઈન્ડિયન સ્કૂલ હતું, જે ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે. આ તમામ ધમકીઓ ઈ-મેલ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને આપવામાં આવી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:00 am, Tue, 16 May 23

Next Article