
દિલ્લી પોલીસે જણાવ્યું કે, સોમવારના રોજ નવી દિલ્લી વિસ્તારમાં કોકરોચ જનતા પાર્ટીના ‘સંસદ ચલો’ વિરોધ માર્ચ હિંસક થવાના કારણે કેટલાક સીનિયર અધિકારીઓ સહિત 118થી વધારે પોલીસકર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમજ અંદાજે 70 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.આ આંકડા અને ઘટનાની વિગતો જાહેર કરતા, દિલ્લી પોલીસે વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધીઓ પર બેકાબૂ, આક્રમક અને હિંસક વર્તન કરવાનો અને સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરવાનો, સરકારી વાહનો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂક્યો છે.
દિલ્લી પોલીસ આયુક્ત અનુરાગ કુમારે હોસ્પિટલ જઈને ઈજાગ્રસ્ત જવાનો સાથે મુલાકાત કરી છે. તેમણે પોલીસકર્મચારીઓના હાલચાલ પુછ્યા છે. તેમણે કહ્યું કે, પોલીસકર્મચારીઓ પોતાના જીવને જોખમમાં નાંખી કાનુન-વ્યવસ્થા બનાવી રાખે છે. પોલીસકર્મચારીઓની વર્દી પર લાગેલી દરેક ઈજા તેના કર્તવ્યના પ્રતિ સમર્પણનો પુરાવો છે. આ તેના સાહસ અને દેશ સેવાના બલિદાનનું પ્રતિક છે.
નિવેદન અનુસાર પ્રદર્શનકારીઓએ પોલીસકર્મચારીઓ પર પથ્થર અને અન્ય વસ્તુઓથી હુમલો કર્યો છે. પોલીસ બેરિકેડ તોડવાનો પ્રયત્ન કર્યો, તેમજ સરકારી ગાડીમાં તોડફોડ કરી, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડ્યું અને મોટાપ્રમાણે હિંસા કરી છે. આ કાનુન-વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા અને પોતાની કાનુની ડ્યુટી નિભાવી રહેલા પોલીસ કર્મચારીઓની સુરક્ષા માટે ગંભીર ખતરો ઉભો થયો છે.
પોલીસે જણાવ્યું કે, આ હિંસામાં 118થી વધારે પોલીસકર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમાં કમિશ્રનર ઓફ પોલીસ, જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ, એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ, ડિપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ, એડિશનલ ડિપ્ટી કમિશ્નર ઓફ પોલીસ અને આસિસ્ટેન્ટ કમિશ્નર ઓફ પોલીસ જેવા સીનિયર અધિકારી અને કેટલીક મહિલા પોલીસકર્મી પણ સામેલ છે.
પોલીસે અહેવાલ આપ્યો છે કે, આશરે 70 વિરોધીઓની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આશરે 70 વિરોધીઓની અટકાયત કરવામાં આવી છે. યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.”
Published On - 7:19 am, Tue, 21 July 26