
છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ગંગાલુર પીએસ સીમા નજીક બીજાપુર-દંતેવાડા સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બીજાપુર પોલીસેસના જણાવ્યાનુંસાર આ એન્કાઉન્ટર દરમિયાન, સુરક્ષા દળોએ 22 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. આજે ગુરુવારે ગંગાલુર પીએસ સીમા નજીક બીજાપુર-દંતેવાડા સરહદ પરના જંગલ વિસ્તારમાં સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળો નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે અને તેમને ખતમ કરવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
દંતેવાડા અને બીજાપુર જિલ્લાની સરહદ પર પોલીસ અને નક્સલીઓ વચ્ચે આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. નક્સલવાદીઓને પાઠ ભણાવવા માટે, નક્સલવાદીઓના મુખ્ય વિસ્તારમાં સુરક્ષાદળના જવાનો પ્રવેશ્યા છે. બંને બાજુથી ગોળીબાર ચાલુ છે. દરમિયાન, અત્યાર સુધીમાં એન્કાઉન્ટરમાં 22 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે આ એન્કાઉન્ટરમાં એક સુરક્ષા કર્મી શહીદ થયો છે.
ઓપરેશનને કારણે સવારથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સતત ગોળીબાર ચાલી રહ્યો છે. એન્કાઉન્ટર સ્થળેથી 22 નક્સલીઓના મૃતદેહ અને મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. આ સાથે, આ એન્કાઉન્ટરમાં બીજાપુર ડીઆરજીનો એક સૈનિક પણ શહીદ થયો છે.
એન્કાઉન્ટર સ્થળ પરથી AK 47, SLR જેવી મોટી ઓટોમેટિક રાઈફલ્સ મળી આવી છે. નક્સલવાદી કમાન્ડર પાપા રાવ આ વિસ્તારમાં સક્રિય છે. સૈનિકોએ 40 થી 45 નક્સલીઓને ઘેરી લીધા હતા. નક્સલવાદીઓની પશ્ચિમ બસ્તર ડિવિઝનલ કમિટી સક્રિય હતી. જોકે, આ વિસ્તારને નક્સલવાદીઓની યુનિવર્સિટી કહેવામાં આવે છે.
દેશના અન્ય મહત્વના સમાચારો જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
Published On - 2:27 pm, Thu, 20 March 25