Breaking News : CJPના પ્રદર્શનકારીઓ સંસદ ભવન પાસે પહોંચ્યા, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

કોકરોચ જનતા પાર્ટી ( Cockroach Janta Party )ના પ્રદર્શનકારી સંસદ ભવનની પાસે પહોંચ્યા છે. આ પ્રદર્શનને જોઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સંસદ ભવનના મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે. ભીડને કાબુ કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે.

Breaking News : CJPના પ્રદર્શનકારીઓ સંસદ ભવન પાસે પહોંચ્યા, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
| Updated on: Jul 20, 2026 | 1:42 PM

કોકરોચ જનતા પાર્ટી ( Cockroach Janta Party )ના પ્રદર્શનકારીઓ સંસદ ભવનની પાસે પહોંચી ગયા છે. આ પ્રદર્શનને જોઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સંસદ ભવનના મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે. ભીડને કાબુમાં કરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા છે. પ્રદર્શનકારીઓ રેલ ભવનની પાસે ધરણા પર બેઠા છે. આ વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રિય મંત્રી અમિત શાહને મળવા માટે પહોંચ્યા છે. સંસદ ભવનમાં બંનેની મુલાકાત થઈ રહી છે. સીજેપી વિરોધ વચ્ચે આ મુલાકાતને ખુબ મહત્વની માનવામાં આવી રહી છે.

પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત

આ પહેલા પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. જ્યારે તે જંતર-મંતરથી સંસદ તરફ આગળ વધી રહ્યા હતા. સંસદના ચોમાસું સત્ર અને સીજેપીના સંસદ માર્ચને જોઈ દિલ્લી પોલીસે રાજધાનીમાં પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે. નવી દિલ્લીમાં બીએનએસએસની કલમ 163 લાગુ કરવામાં આવી છે. સીજેપીના પ્રદર્શનકારીઓમાં સામેલ થવા માટે અનેક દળોના નેતા પહોંચ્યા હતા.

 

આમ આદમી પાર્ટીના મનીષ સિસોદીયા, સંજય સિંહ, આઝાદ સમાજ પાર્ટીના ચીફ અને યુપીના નગીના થી સાંસદ ચંદ્રશેખર પણ પહોંચ્યા હતા. આ સિવાય અભિનેતા પ્રકાશ રાજ,સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ પણ પહોંચી હતી. સીજેપીએ 20 જુલાઈના રોજ સંસદ સુધી માર્ચ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.

યુવાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે

આઝાદ સમાજ પાર્ટી કાંશી રામ પ્રમુખ અને સાંસદ ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, સરકાર પોતાનો ધર્મ નિભાવી રહી છે. પોલીસ પોતાનો ધર્મ નિભાવી રહી છે. અને હું આ માટ્ટીના પ્રતિ મારો કર્તવ્ય નિભાવવા માટે આ સંધર્ષનો ભાગ બન્યો છું. એક ભારતીય યુવા હોવાના કારણે, હું યુવાઓનું દુખ સમજું છું. હું તેનો અવાજ બનવા અને તેની સાથે ઉભા રહેવા માટે આવ્યો છું. તેની સાથે અન્યાય થઈ રહ્યોછે.

 

9 વર્ષની ઉંમર સુધી શાળાએ ન ગયા, 15થી વધારે મળી ચૂક્યા છે એવોર્ડ અહી ક્લિક કરો

 

Published On - 1:30 pm, Mon, 20 July 26

Follow Us