Breaking News : 14 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-3, ISROએ જાહેર કરી તારીખ અને સમય

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ મિશન ચંદ્રયાન-3 ની પ્રક્ષેપણ તારીખ જાહેર કરી છે. ચંદ્રયાન-3, 14 જુલાઈએ બપોરે 2.35 કલાકે લોન્ચ થશે. ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા માટે ઉડાન ભરશે. આ પહેલા ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું હતું કે અંતરિક્ષ ક્ષેત્રમાં આ ભારતની બીજી મોટી સફળતા હશે.

Breaking News : 14 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-3, ISROએ જાહેર કરી તારીખ અને સમય
| Edited By: | Updated on: Jul 06, 2023 | 9:36 PM

Chandrayaan-3 Mission : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ મિશન ચંદ્રયાન-3 ની પ્રક્ષેપણ તારીખ જાહેર કરી છે. ચંદ્રયાન-3, 14 જુલાઈએ બપોરે 2.35 કલાકે લોન્ચ થશે. ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા માટે ઉડાન ભરશે. આ પહેલા ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું હતું કે અંતરિક્ષ ક્ષેત્રમાં આ ભારતની બીજી મોટી સફળતા હશે.

આ પહેલા મીડિયા રિપોર્ટ અનુસાર લોન્ચની તારીખ 12થી 19 જુલાઈ વચ્ચે જણાવવામાં આવી રહી હતી. ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 બાદ ભારતનું આ ત્રીજું ચંદ્ર માટેનું મિશન છે. ચંદ્રયાન-3 સ્પેસક્રાફ્ટને નવા પ્રક્ષેપણ રોકેટ એલવીએમ-3 સાથે જોડવામાં આવ્યું છે. ઈસરોના વૈજ્ઞાનિકો એ 5 જુલાઈના દિવસે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિન સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં આ કામ પૂરુ કર્યું હતું. હવે ચંદ્રયાન-3 લોન્ચિ સ્થળથી લોન્ચ માટે તૈયાર છે.

આ પણ વાંચો : લોન્ચ માટે Chandrayaan-3 રોકેટ તૈનાત, ISRO એ ટ્વિટર પર શેયર કર્યો Video

ચંદ્રયાન-3 મિશનના 3 મુખ્ય ઉદ્દેશ્યો

  • ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિગ કરવું
  • રોવરને ચંદ્ર પર ભ્રમણ કરાવવું
  • ચંદ્રને લઈને વૈજ્ઞાનિકોના મહત્વના પ્રયોગો સફર બનાવવા

આ પણ વાંચો : AI Chatbotને ક્યારેય જણાવતા નહીં તમારી આ 5 વાતો, જો કહીં તો સમજો નુકશાન પાક્કુ !

ઈસરોએ કરી મહત્વની જાહેરાત

 

ઈસરોએ હાલમાં જ શેયર કર્યો હતો રોકેટનો વીડિયો


આ પણ વાંચો :  Technology News: આખો દિવસ AC ચલાવવા પર પણ બિલ આવશે અડધુ ! વાંચો કઈ રીતે ચિંતા થશે દુર

આ ત્રણ ભાગમાં તૈયાર થયુ ચંદ્રયાન-3

  1. પ્રોપલ્શન મોડ્યુલ: સ્પેસ મિશન પર જતા સ્પેસક્રાફટના પહેલા ભાગને પ્રોપલ્શન મોડ્યુલ કહેવામાં આવે છે. તે કોઈપણ સ્પેસક્રાફટને ઉડવાની શક્તિ આપે છે.
  2. લેન્ડર મોડ્યુલ: આ ચંદ્રયાન-3નો બીજો અને મહત્વપૂર્ણ ભાગ છે. આ જ ચંદ્ર પર ઉતરાણ કરવામાં આવશે. તે રોવરને યોગ્ય રીતે ચંદ્રની સપાટી પર લાવવા માટે જવાબદાર છે.
  3. રોવરઃ આ ચંદ્રયાનનો ત્રીજો ભાગ છે, રોવર, જે લેન્ડર દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરશે અને પછી માહિતી એકત્રિત કરશે અને હલનચલન કર્યા પછી તેને પૃથ્વી પર મોકલશે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 5:38 pm, Thu, 6 July 23