
Mumbai Howrah mail derailed : હાવડાથી મુંબઈ જઈ રહેલી હાવડા મેલ ઝારખંડના ચક્રધરપુરમાં પાટા પરથી ઉતરી ગઈ છે. આ અકસ્માતમાં ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 18 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં કેટલાક લોકોના મોત થયા હોવાની આશંકા છે. આ દુર્ઘટના મંગળવારે સવારે લગભગ 3.30 વાગ્યે રાજખારસ્વન અને બડાબામ્બો વચ્ચે થઈ હતી. અકસ્માત સમયે હાવડા મેલ પશ્ચિમ બંગાળના હાવડાથી સીએસએમટી મુંબઈ જઈ રહી હતી.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ટ્રેન જેવી જ રાજખારસ્વનથી બડાબામ્બો તરફ આગળ વધી રહી હતી. આ ટ્રેન પણ પાટા પરથી ઉતરી ગયેલી માલગાડી પાસે અકસ્માતનો ભોગ બની હતી. દુર્ઘટના સમયે પાટા પરથી ઉતરેલી માલગાડીના ઘણા વેગન હજુ પણ પાટા પર હતા. આ દરમિયાન પાછળથી આવતી હાવડા-મુંબઈ મેલ બીજા ટ્રેક પર આવી અને પાટા પરથી ઉતર્યા બાદ તેના વેગન પણ પાટા પરથી ઉતરેલી માલગાડીના વેગન સાથે અથડાયા હતા.
Train No. 12810 Howara-CSMT Express has derailed near Chakradharpur, between Rajkharswan West Outer and Barabamboo in Chakradharpur division. ARME with Staff and ADRM CKP on site. 6 persons have been injured. All have been given first aid by the Railway medical team: Indian…
— Tv9 Gujarati (@tv9gujarati) July 30, 2024
રેલવેના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હોત, પરંતુ હાવડા મેલ ડ્રાઈવરને સમયસર અકસ્માતનો ખ્યાલ આવ્યો. તેણે તરત જ ટ્રેનની સ્પીડ ઓછી કરી હતી.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર સવારના લગભગ પોણા ત્રણ વાગ્યા હતા. આ દરમિયાન ચક્રધરપુર રેલવે ડિવિઝનને ઈમરજન્સી એલર્ટ મળ્યું હતું. હાવડાથી મુંબઈ જતી મેલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચારથી ઓફિસમાં હોબાળો મચી ગયો હતો.
આ અકસ્માત કિલોમીટર નંબર 298/21 નજીક થયો હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના આ માહિતીની પાંચ કે 10 મિનિટ પહેલા થઈ હતી. ચક્રધરપુર રેલવે ડિવિઝન હેડક્વાર્ટરથી ARME ટ્રેનને ઉતાવળમાં તૈયાર કરવામાં આવી હતી અને બરાબર 4.15 વાગ્યે ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી રાહત ટ્રેનના સ્ટાફે ઘાયલ મુસાફરોને હાવડા મેલમાંથી બહાર કાઢ્યા અને તેમને રેલવે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ સાથે બંને ટ્રેક પર થયેલા અકસ્માતોને કારણે હાવડા મુંબઈ રૂટ પર અન્ય ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે.
Published On - 7:29 am, Tue, 30 July 24