દિલ્હીની તિહાર જેલમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તાજપુરિયા પર તિક્ષ્ણ હથિયાર વડે 40થી 50 વાર હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ વિચલિત કરી શકે છે, તેથી તેને અસ્પષ્ટ કરવામાં આવ્યું છે.
કુખ્યાત ગોગી ગેંગના કથિત ચાર સભ્યોએ મંગળવારે સવારે તિલ્લુ તાજપુરિયા પર 40થી 50 વાર ધારદાર હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજપુરિયા 2021માં રોહિણી કોર્ટમાં ગોળીબારની ઘટનાનો આરોપી હતો, જેમાં ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીનું મોત થયું હતું.
આ પણ વાંચો: Delhi Liquor Scam: એક્સાઈઝ કૌભાંડ કેસમાં EDની ચોથી સપ્લીમેન્ટરી ચાર્જશીટ, મનીષ સિસોદિયાને બનાવ્યા આરોપી
હુમલા બાદ ઘાયલ તાજપુરિયાને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગ્રાઉન્ડ ફ્લોર પરના વોર્ડમાં બંધ 33 વર્ષીય તિલ્લુ તાજપુરિયા પર સવારે 6.15 વાગ્યે હરીફ જૂથ ગોગી ગેંગના ચાર કેદીઓએ હુમલો કર્યો હતો. હુમલાખોરો-દીપક ઉર્ફે તેતર, યોગેશ ઉર્ફે ટુંડા, રાજેશ અને રિયાઝ ખાન એ જ વોર્ડના પહેલા માળે બંધ હતા.
જેલના અધિકારીઓને શંકા હતી કે હુમલાખોરોએ હાઈ-સિક્યોરિટી વોર્ડના પહેલા માળે બે લોખંડના સળિયા કાપી નાખ્યા હતા અને શંકાને ટાળવા માટે તેમને ત્યાં પાછા મૂકી દીધા હતા. તેણે કહ્યું કે હુમલા પહેલા તેણે આ બાર હટાવ્યા અને તે ચાદરની મદદથી નીચે આવ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલા સમયે કેદીઓની ગણતરી માટે સેલ ખોલવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું કે જ્યારે તાજપુરિયાએ હુમલાખોરોને જોયા ત્યારે તે રોહિત નામના અન્ય કેદીના સેલમાં દોડી ગયો હતો. રોહિતે તેના સેલનો દરવાજો બંધ કરીને તાજપુરિયાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંદરથી દરવાજો બંધ કરી શકાયો ન હતો, જેથી હુમલાખોરો અંદર ઘૂસી ગયા હતા અને આ દરમિયાન રોહિતને પણ ઈજા થઈ હતી.
તેણે કહ્યું કે આ આખો હુમલો બે મિનિટમાં થયો. જેલના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ચારેય હુમલાખોરોને પકડી લીધા હતા. તેઓએ તાજપુરિયાને જેલ હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાંથી તેમને લગભગ 6.45 વાગ્યે દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં સારવાર દરમિયાન તાજપુરિયાનું મોત થયું હતું. જેલના એક અધિકારીએ જણાવ્યું કે તાજપુરિયાના શરીર પર 40 થી 50 ઘાના નિશાન હતા અને રોહિતને જેલમાં પરત લઈ જવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…