Breaking News: CBSE બોર્ડ 12મા ધોરણની પરીક્ષામાં 88.39% વિદ્યાર્થીઓ પાસ થયા, આ રીતે ચેક કરો રિઝલ્ટ

CBSE 10th 12th Results 2025: CBSE 12મા બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. 42લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. ગયા વર્ષે પણ પરીક્ષાનું પરિણામ 13મેના રોજ જાહેર થયું હતું.

Breaking News: CBSE બોર્ડ 12મા ધોરણની પરીક્ષામાં 88.39% વિદ્યાર્થીઓ પાસ થયા, આ રીતે ચેક કરો રિઝલ્ટ
CBSE 10th 12th Results 2025 released
| Updated on: May 13, 2025 | 11:55 AM

CBSE 10th 12th Results 2025: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEના ધોરણ 10 અને 12 ના પરિણામો જાહેર થઈ ગયા છે. બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપરાંત, વિદ્યાર્થીઓ ડિજીલોકર પર પણ તેમના પરિણામો ચકાસી શકે છે.

CBSEના 10મા અને 12મા ધોરણના 42 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. ગયા વર્ષે પણ પરીક્ષાનું પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. અગાઉ, બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ડિજીલોકરની ઍક્સેસ આપવામાં આવી ચૂકી છે.

ધોરણ 12નું રિઝલ્ટ જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE 12મા ધોરણનું પરિણામ જાહેર થયું છે. આ વખતે 88.39 ટકા વિદ્યાર્થીઓ સફળ થયા છે. બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપરાંત, વિદ્યાર્થીઓ ડિજીલોકર પર પણ પરિણામ ચકાસી શકે છે. ખાસ વાત એ છે કે દર વખતની જેમ આ વખતે પણ છોકરીઓએ જીત મેળવી છે. આ વખતે 91.64 ટકા છોકરીઓ પાસ થઈ છે, જ્યારે છોકરાઓનો પાસ થવાનો દર 85.70 ટકા રહ્યો છે.

પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી

આ વર્ષે CBSE ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. જેમાં 42 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અગાઉ, પરિણામ અંગે ઘણી ખોટી અફવાઓ ફેલાઈ હતી. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે અને પછી 6 મેના રોજ, જો કે બોર્ડે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે લોકોએ ગેરમાર્ગે દોરતી માહિતી પર ધ્યાન ન આપવું જોઈએ.

આ રીતે પરિણામ તપાસો

  • CBSE ની ઓફિશિયલ વેબસાઇટ, cbseresults.nic.in ની મુલાકાત લો.
  • અહીં CBSE 10મા પરિણામ / CBSE 12મા પરિણામ લિંક પર ક્લિક કરો.
  • હવે રોલ નંબર વગેરે દાખલ કરો અને સબમિટ કરો.
  • સ્કોરકાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે.
  • હવે તપાસો અને પ્રિન્ટઆઉટ લો.

માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.

 

Published On - 11:38 am, Tue, 13 May 25