Breaking News : ઇથેનોલ વિવાદ પર ભાજપના સાંસદ ગુસ્સે, કહ્યું શું શુદ્ધ પેટ્રોલ તમારા બાપના ઘરેથી આવશે ?

વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહેનાર જર્નાદન મિશ્રાએ કહ્યું કે, વિશેષજ્ઞની રાય છે કે, ઈથેનોલથી ગાડીઓના એન્જિનને કોઈ નુકસાન થતું નથી પરંતુ તેમ છતાં કારણ વગર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Breaking News : ઇથેનોલ વિવાદ પર ભાજપના સાંસદ ગુસ્સે, કહ્યું શું શુદ્ધ પેટ્રોલ તમારા બાપના ઘરેથી આવશે ?
| Updated on: Aug 10, 2026 | 9:27 AM

દેશમાં પેટ્રોલમાં ઈથેનોલ મળવાને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે મધ્યપ્રદેશના રીવાથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ જર્નાદન મિશ્રાએ રવિવારના રોજ આ નીતિના બચાવમાં વિરોધીઓ પર નિશાન સાધતા એક વિવાદિત ટિપ્પણી કરી હતી. ઈથેનોલનો વિરોધ કરનારાઓને સલાહ આપતા તેમણે મંચ પરથી કહ્યું કે જો દેશમાં શુદ્ધ પેટ્રોલ ઉપલબ્ધ નથી. તો તે તમારા બાપના ઘરેથી આવશે.

હંમેશા પોતાના અનોખા અંદાજ અને નિવેદનોને લઈ ચર્ચામાં રહેનાર રીવાથી ભાજપના સાંસદ જર્નાદન મિશ્રાએ પોતાના એક નિવેદનને લઈ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. રવિવારના રોજ રીવા એરપોર્ટ પર 2 નવી હવાઈ સેવાઓનો શુભારંભ કાર્યક્રમ દરમિયાન રીવા સાંસદ જનાર્દન મિશ્રા પોતાના એક નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે. કાર્યક્રમમાં ડિપ્ટી સીએમ સહિત ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓ સામેલ હતા.

ઈથેનોલનો વિરોધ કરનાર પર ટિપ્પણી

આ દરમિયાન મંચ પરથી સંબોધિત કરતા સાંસદ જર્નાદન મિશ્રાએ પેટ્રોલમાં ઈથેનોલનો ઉપયોગનો વિરોધ કરનારા પર તીખી ટીપ્પણી કરી હતી. સાંસદે કહ્યું કે, કેટલાક લોકો ઈથેનોલ મિક્સ પેટ્રોલનો વિરોધ કરતા શુદ્ધ પેટ્રોલની માંગ કરે છે. આને લઈ સાંસદે મંચ પરથી કહ્યું શુદ્ધ પેટ્રોલ ક્યાંથી આવે તમારા બાપના ઘરેથી આવશે.

સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષ્ય બન્યું નિવેદન

મહત્વની વાત એ છે કે, આ નિવેદન એ સમયે સામે આવ્યું જ્યારે મંચ પર પ્રદેશના ડિપ્યુટી સીએમ સહિત અનેક મોટા જનપ્રતિનિધિ હાજર હતા. સાંસદના આ નિવેદનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. તેમજ તેની ચર્ચાઓ થઈ ગઈ છે. હાલમાં રીવા સાંસદ જર્નાદન મિશ્રાનું આ નિવેદન પહેલા વિવાદમાં રહી ચૂક્યા છે.

સૌથી વધારે ઈથેનોલનું ઉત્પાદન કરે છે બ્રાઝીલ

પેટ્રોલમાં ઈથેનોલ મિક્સ કરવાથી બચાવ કરતા તેમણે કહ્યું કે, બ્રાઝીલમાં તો ગાડીઓ 100 ટકા ઈથેનોલની ચાલી રહી છે. પરંતુ તેમ છતાં વાહનોમાં આવી કોઈ સમસ્યા નથી. તેમણે લોકોને યાદ અપાવ્યું કે, બ્રાઝીલ દુનિયામાં સૌથી વધારે ઈથેનોલનું ઉત્પાદન કરે છે. તેમજ આ કારણે અહી 100 ટકા ઈથેનોલથી ગાડીઓ ચાલી રહી છે.

પેટ્રોલ-ડીઝલ ઇંધણનો સૌથી મહત્વનો સ્ત્રોત છે. આ પેટ્રોલિયમ બળતણ ઈંધણનો સૌથી સામાન્ય પ્રકાર છે. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.