અતીક અહેમદ અને અશરફના હત્યારાઓને રિમાન્ડ મેજિસ્ટ્રેટ નાગરંદ સિંહની સામે રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ જિલ્લા કોર્ટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોર્ટના ચારેય રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ અતીક અહેમદનું પોસ્ટમોર્ટમ પણ પૂર્ણ થઈ ગયું છે.
આ પણ વાચો: Atiq Ahmed Murder: અતીક અહેમદના મોત બાદ પુત્ર અલી આઘાતમાં, નૈની જેલમાં તબિયત લથડી
બાહુબલી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની 15 તારીખે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હુમલો ત્યારે થયો જ્યારે પોલીસ બંનેને મેડિકલ સારવાર માટે પ્રયાગરાજની કોલવિન હોસ્પિટલમાં લઈ જઈ રહી હતી. ત્રણ હુમલાખોરોએ અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો, જેમાં અતીક અને અશરફ બંને માર્યા ગયા. મીડિયાના કેમેરા સામે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
પ્રયાગરાજમાં અતીક અહેમદ અને અશરફની હત્યા કરનારા ત્રણ ગુનેગારો, ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે. આ ત્રણેય આરોપીઓ યુપીના અલગ-અલગ જિલ્લાના રહેવાસી છે. સની હમીરપુર, અરુણ ઉર્ફે કાલિયા કાસગંજ અને લવલેશ તિવારી અતીક હત્યા કેસમાં સંડોવાયેલા બાંદા જિલ્લાના રહેવાસી છે. પકડાયેલ ત્રણેય હત્યારાઓની સાથે બીજા બે પણ હત્યાના કાવતરામાં સામેલ હોવાનું જણાઈ રહ્યું છે. આ હત્યાને લઈને પહેલાથી જ તેનું કાવતરુ ઘડવામાં આવી ગયુ હોય તેવુ સામે આવી રહ્યું છે. ઝડપાયેલ આરોપી ગુનાહીત ભૂતકાળ ધરાવે છે. જાણો તેમના કાળાકામનો ઈતિહાસ.
સની સિંહ હમીરપુર જિલ્લાના કુરારા શહેરનો રહેવાસી છે. તે કુરારા પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર છે, જેની હિસ્ટ્રી શીટ નંબર 281A છે. તેની સામે લગભગ 15થી વધુ કેસ નોંધાયેલા છે. તેના ભાઈ પિન્ટુએ જણાવ્યું કે આ શૂટર છેલ્લા 10 વર્ષથી તેના ઘરે આવ્યો નથી. સનીના પિતા જગત સિંહ અને માતાનું અવસાન થયું છે. સનીને ત્રણ ભાઈઓ હતા, જેમાંથી એકનું અવસાન થયું છે અને બીજો ભાઈ પિન્ટુ જે ચાની દુકાન ચલાવે છે. ભાઈએ જણાવ્યું કે તે આ રીતે ફરતો હતો અને નકામા કામો કરતો હતો. જેને લઈને તે તેનાથી અલગ રહે છે, શની બાળપણમાં ઘરેથી ભાગી ગયો હતો.
સન્ની સિંહ જિલ્લાના કુરારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત રામલીલા મેદાન પાસેનો રહેવાસી છે. શહેરના લોકો તેને સની સિંહ ઉર્ફે પુરાણીના નામથી ઓળખે છે. તેના પર 15 કેસથી વધુ નોંધાયા છે અને તે 12 વર્ષથી ફરાર હતો.
કાસગંજનો અરુણ ઉર્ફે કાલિયા પણ અતીક-અશરફ હત્યા કેસમાં સામેલ હતો. તે સોરોન પોલીસ સ્ટેશન વિસ્તારના બઘેલા પુખ્તાનો રહેવાસી છે. અરુણના પિતાનું નામ હીરાલાલ જણાવવામાં આવી રહ્યું છે. તે છ વર્ષથી બહાર રહેતો હતો. તેના માતા-પિતાનું લગભગ 15 વર્ષ પહેલા અવસાન થયું હતું.
બાંદામાં લવલેશ તિવારીના ઘરનો પત્તો લાગ્યો છે. તે કોતવાલી શહેરના ક્યોત્રા વિસ્તારનો રહેવાસી છે. આ અંગે તેના પિતાએ કહ્યું કે તે શું કરે છે ક્યા જાય છે તેનાથી અમારે કોઈ લેવા દેવા નથી. તે ક્યારેક ક્યારેક ઘરે આવતો હતો. 5-6 દિવસ પહેલા જ બાંદા આવ્યો હતો. લવલેશ અગાઉ એક કેસમાં જેલ પણ જઈ ચૂક્યો છે.
Published On - 6:23 pm, Sun, 16 April 23