Breaking News : દિવાળી પછી દિલ્હીની હવા ઝેરીલી બની, AQI 400ને પાર

એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) એ આગાહી કરી હતી કે , દિલ્હીની હવાની ગુણવત્તા આજથી 'ગંભીર' શ્રેણીમાં પહોંચી શકે છે અને આગામી થોડા દિવસો સુધી આ શ્રેણીમાં રહી શકે છે.

Breaking News : દિવાળી પછી દિલ્હીની હવા ઝેરીલી બની,  AQI 400ને પાર
| Updated on: Nov 09, 2026 | 7:41 AM

દિવાળી પર થયેલી આતાશબાજી પછી દિલ્હીની હવા ઝેરીલી થઈ છે. EWSના તાજા આંકડા અનુસાર આજે શરુઆતમાં દિલ્હીનો કુલ એક્યુઆઈ 373 પર પહોંચ્યો છે. જે ખરાબ સીરિઝમાં આવે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં પ્રદૂષણ ગંભીર સ્તર પર પહોચ્યું છે.

EWS અને કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના તાજા રિપોર્ટ અનુસાર આજે સવારે વિવેક વિહારમાં એક્યુઆઈ 442 અને આઈટીઓમાં 407 નોંધાયો છે. બંને વિસ્તારમાં ગંભીર શ્રેણીમાં છે. તો એનએસઆઈટી દ્વારકામાં એક્યુઆઈ 404 અને વઝીપુરમાં 393 રેકોર્ડ થયો છે.જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં 398 પુરમમાં 388, મંદિર માર્ગમાં 386 અને ઓખલા ફેઝ-2માં એક્યુઆઈ 364 નોંધાયો છે. આ સાથે રવિવારે મોડી સાંજે નોઈડામાં એક્યુઆઈ 319, ગાઝિયાબાદમાં 360, ફરીદાબાદમાં 297 અને ગુરુગ્રામમાં 280 નોંધાયો છે.

સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક

દેશની રાજધાની દિલ્હી, તેના પ્રદૂષણ માટે ઘણીવાર ચર્ચામાં રહે છે. દિલ્હીમાં દિવસેને દિવસે તમામ પ્રકારના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે, જેની પર્યાવરણ પર નોંધપાત્ર અસર પડી રહી છે. અહીં પ્રદૂષણનું સ્તર એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) પર 300 થી 400 ને વટાવી ગયું છે, જે શહેરને સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક બનાવે છે. દિલ્હી-NCR અને તેની આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ પ્રદૂષણ થાય છે. અહીં પ્રદૂષણના ઘણા કારણો છે, જેમાં વાહનોના એક્ઝોસ્ટ, ઔદ્યોગિક પ્રદૂષણ, પાક બાળવા અને વધુનો સમાવેશ થાય છે.

અનેક વિસ્તારમાં ધુમાડો ફેલાયો

દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની ગતિ વધુ તીવ્ર બનતાં, સ્ટ્રીટલાઇટ ઝાંખી પડી ગઈ અને ઘણા વિસ્તારોમાં ધુમાડો ફેલાઈ ગયો. શહેરના 20 મોનિટરિંગ સ્ટેશનો પર હવાની ગુણવત્તા “ગંભીર” શ્રેણીમાં પહોંચી ગઈ. રાત્રે 10 વાગ્યે, દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 371 નોંધાયો. જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમ ધુમ્મસ ગાઢ થતું ગયું. ફટાકડાનો ધુમાડો શેરીઓ અને રહેણાંક વિસ્તારોમાં છવાઈ ગયો. રાજધાનીના ઘણા વિસ્તારોમાં વિઝિબલિટી ઓછી થઈ ગઈ હતી અને લોકોએ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી.

તમને જણાવી દઈએ કે AQI 0 થી 50 વચ્ચે ‘સારું’, 51 થી 100 વચ્ચે ‘સંતોષકારક’, 101 થી 200 વચ્ચે ‘મધ્યમ’, 201 થી 300 વચ્ચે ‘ખરાબ’, 301 થી 400 વચ્ચે ‘ખૂબ જ ખરાબ’ અને 401 થી 500 વચ્ચે ‘ગંભીર’ માનવામાં આવે છે.

દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે.  અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.