Breaking News : મોદી સરકારની મોટી જાહેરાત, હવે 600 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર

|

Oct 04, 2023 | 4:57 PM

કેબિનેટમાં અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં ગેસ સિલિન્ડર વિશે વાત કરી હતી. ઉજ્જવલા યોજનાના લાભાર્થી માટે સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે. એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે.

Breaking News : મોદી સરકારની મોટી જાહેરાત, હવે 600 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર

Follow us on

કેબિનેટમાં અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં ગેસ સિલિન્ડર વિશે વાત કરી હતી. ઉજ્જવલા યોજનાના લાભાર્થી માટે સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે. એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે.

મોદી કેબિનેટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો

બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડીની રકમ વધારવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં આ જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે આ પહેલા પણ રક્ષાબંધનના અવસર પર સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો હતો. તે સમયે ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયા જેટલો ઘટાડો કરાયો હતો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડી 400 રૂપિયા  કરવામાં આવી હતી.

હવે સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે. ગત મહિને સપ્ટેમ્બર 2023 માં, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર પર આપવામાં આવતી સબસિડી 200 રૂપિયાથી વધારીને 400 રૂપિયા કરવામાં આવી હતી, ત્યારે રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હતી, પરંતુ ઉજ્જવલા લાભાર્થીઓ માટે હવે 200 રૂપિયાના બદલે 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે, જેથી સબસિડીવાળા સિલિન્ડરની કિંમત ઘટીને 603 રૂપિયા પહોંચી છે.

કેન્દ્ર સરકારે 75 લાખ વધુ લાભાર્થીઓને ઉમેરવાની આપી હતી મંજૂરી

પીએમ ઉજ્જવલા યોજના 1 મે 2016 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને યોજના હેઠળ, લાભાર્થીઓને પ્રથમ વખત મફત ગેસ સિલિન્ડર અને ગેસ સ્ટોવ આપવામાં આવે છે. હાલમાં તેના લાભાર્થીઓની સંખ્યા 9.60 કરોડ છે. રક્ષાબંધનના અવસર પર, એલપીજી સિલિન્ડર પર સબસિડી વધારવાની જાહેરાત સાથે, કેન્દ્ર સરકારે 75 લાખ વધુ લાભાર્થીઓને ઉમેરવાની મંજૂરી આપી હતી, આ વધારા પછી, દેશમાં ઉજ્જવલા લાભાર્થીઓની સંખ્યા વધીને 10 કરોડ 35 લાખ થઈ જશે.

સિલિન્ડરની કિંમત 1103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા થઈ

એલપીજી સિલિન્ડર પર અગાઉ મળતી રાહતનો લાભ માત્ર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ મળ્યો નથી, પરંતુ સામાન્ય નાગરિકો માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પછી દિલ્હીમાં સામાન્ય નાગરિકો માટે 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 1103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા થઈ ગઈ છે. દેશના મોટા શહેરોની વાત કરીએ તો મુંબઈમાં 902.50 રૂપિયા, ચેન્નાઈમાં 918 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, કાનપુરમાં 918 રૂપિયા, પ્રયાગરાજમાં 956 રૂપિયા, ભોપાલમાં 908.50 રૂપિયા, જયપુરમાં 906.50 રૂપિયા, પટનામાં 1001 રૂપિયા છે. રાયપુરમાં રૂ. 1001. એક સિલિન્ડર રૂ. 974માં મળે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:43 pm, Wed, 4 October 23

Next Article