Breaking News : દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાનમાં લેન્ડિંગ પછી તરત જ લાગી આગ

દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાનના સહાયક પાવર યુનિટમાં આગ લાગી હતી. રાહતની વાત છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા.

Breaking News : દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાનમાં લેન્ડિંગ પછી તરત જ લાગી આગ
| Edited By: | Updated on: Jul 22, 2025 | 6:54 PM

આજે દિલ્હી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થવા પામી હતી. જ્યાં, હોંગકોંગથી દિલ્હી એરપોર્ટ પર ઉતરતા એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ આગ વિમાનના સહાયક પાવર યુનિટમાં લાગી હતી. રાહતની વાત છે કે, વિમાનમાં સવાર તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રૂ મેમ્બર્સ પણ સુરક્ષિત છે.

હોંગકોંગથી દિલ્હી આવેલ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 315 દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયા બાદ, તેમા આગ લાગી હતી. આ ઘટના અંગે એવુ કહેવામાં આવી રહ્યું છે કે,આ વિમાન એરપોર્ટના પાર્કિગ એરિયામાં ઉભું હતું અને મુસાફરો વિમાનમાંથી નીચે ઉતરી રહ્યા હતા.

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, લેન્ડિગ ગેટ પર પાર્ક થયા પછી તરત જ હોગકોંગથી દિલ્હી આવેલ ફ્લાઈટ AI 315ના સહાયક પાવર યુનિટમાં એકાએક આગ લાગી હતી. આ ઘટના ઉતરાણ દરમિયાન બનેલ હતી. એર ઈન્ડિયા દ્વારા સત્તાવાર એક નિવેદન કરવામાં આવ્યું હતું કે, વિમાનમાંથી મુસાફરો નીચે ઉતરવા લાગ્યા હતા. એ દરમિયાન સિસ્ટમ ડિઝાઇન મુજબ APU આપમેળે બંધ થઈ ગયું હતું. આગને કારણે વિમાનને થોડુંઘણુ નુકસાન થયું છે, પરંતુ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થવા પામી નથી. માત્ર વિમાનને નુકસાન થયું છે.

કંપનીએ કહ્યું છે કે વિમાનને હાલ પૂરતું ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. નિયમનકારી એજન્સીઓને પણ ઘટના વિશે જાણ કરવામાં આવી છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:37 pm, Tue, 22 July 25