Breaking News : ઝારખંડના ધનબાદના આશીર્વાદ ટાવરમાં પાર્ટીમાં અચાનક લાગી આગ, 14 લોકોના કમકમાટી ભર્યા મોત થયા

|

Jan 31, 2023 | 11:56 PM

ઝારખંડના ધનબાદ જિલ્લાના શક્તિ મંદિર રોડ પર સ્થિત આશિર્વાદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે મંગળવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ લાગ્યા બાદ ઘણા લોકો એપાર્ટમેન્ટમાં ફસાયેલા છે.

Breaking News : ઝારખંડના ધનબાદના આશીર્વાદ ટાવરમાં પાર્ટીમાં અચાનક લાગી આગ, 14 લોકોના કમકમાટી ભર્યા મોત થયા
Aashirwad Tower in Dhanbad Jharkhand
Image Credit source: twitter

Follow us on

ઝારખંડ આજે મોડી સાંજે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઝારખંડના ધનબાદ જિલ્લાના શક્તિ મંદિર રોડ પર સ્થિત આશિર્વાદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે મંગળવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ લાગ્યા બાદ ઘણા લોકો એપાર્ટમેન્ટમાં ફસાયેલા છે.

એપાર્ટમેન્ટમાં લગ્નને લઈને મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. જોકે ધનબાદના ડેપ્યુટી કમિશનર (DC) એ 14 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જેમાં 11 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તે જ સમયે આ અકસ્માતમાં અન્ય ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ડઝનેક લોકોની હાલત અત્યંત ગંભીર છે તમામ ઘાયલોને બચાવીને પાટલીપુત્ર નર્સિંગ હોમમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.

આગમાં હસતા-રમતા લોકો થયા સ્વાહા

 


આ ઘટના બાદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અને પોલીસ લાઈન્સમાંથી વિશેષ વધારાની ફોર્સ બોલાવવામાં આવી છે. આ સાથે ધનબાદની 50 થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે હાજર છે. બિલ્ડિંગની અંદર 100થી વધુ લોકો ફસાયેલા છે. જો કે, સંખ્યા હજુ સ્પષ્ટ નથી. ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

મુખ્યમંત્રી હેમંત સોરેને પણ આ ભયાનક આગની ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું કે જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર આપવામાં આવી રહી છે.

 

Published On - 11:47 pm, Tue, 31 January 23

Next Article