Jammu Kashmir: CRPF કેમ્પ ઉપર બુરખાધારી મહિલાએ ફેક્યો પેટ્રોલ બોમ્બ, જુઓ વીડિયો

|

Mar 30, 2022 | 2:15 PM

આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે હુમલાખોર એક મહિલા છે, જેની ઓળખ થઈ ગઈ છે. તેને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

Jammu Kashmir: CRPF કેમ્પ ઉપર બુરખાધારી મહિલાએ ફેક્યો પેટ્રોલ બોમ્બ, જુઓ વીડિયો
Bomb hurled at CRPF bunker by a burqa clad woman

Follow us on

હવે જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદી ગતિવિધિઓમાં પણ મહિલાઓની ભાગીદારી જોવા મળી રહી છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર (Sopore) શહેરમાં બુરખા પહેરીને CRPFના બંકર (CRPF bunker) પર હુમલો કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. બુધવારે ANI સાથે વાત કરતા આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે હુમલાખોર એક મહિલા છે, જેની ઓળખ થઈ ગઈ છે. તેને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. મહિલાને લશ્કર-એ-તૈયબાની ઓવર ગ્રાઉન્ડ વર્કર તરીકે વર્ણવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજે લગભગ 7.15 વાગ્યે સોપોરમાં CRPF કેમ્પ પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ બોમ્બ કેમ્પના બહારના દરવાજા પાસે પડ્યો અને જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. પેટ્રોલ બોમ્બ ફેકવાથી CRPF કેમ્પના દરવાજે આગ લાગી હતી. પ્રવેશદ્વાર પર ઉભેલા સીઆરપીએફના જવાનોએ તરત જ આગને કાબુમાં લીધી હતી. આ દરમિયાન હુમલાખોર મહિલા સ્થળ પરથી નાસી છુટવામાં સફળ રહી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

શોપિયાંમાં CRPFના બંકર પર ગ્રેનેડથી કરાયો હતો હુમલો

આ મહિનાની શરૂઆતમાં, આતંકવાદીઓએ શોપિયન જિલ્લાના જૈનાપોરા વિસ્તારમાં સ્થિત CRPF બંકર પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના જૈનાપોરાના બાબાપોરા વિસ્તાર ખાતે CRPFની 178 બટાલિયન કેમ્પ પર રાત્રે લગભગ 8:10 વાગ્યે ગ્રેનેડ ફેંક્યો હતો. તેમણે કહ્યું કે ગ્રેનેડ વિસ્ફોટમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) નો એક જવાન ઘાયલ થયો હતો.

આવી જ ઘટના પુલવામામાં બની હતી

તમને જણાવી દઈએ કે આવી જ એક ઘટના પુલવામા જિલ્લામાંથી પણ સામે આવી હતી. અધિકારીઓએ આ મામલામાં જણાવ્યું હતું કે પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પ પર પણ ગ્રેનેડ ફેંકવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, બે ગ્રેનેડ વિસ્ફોટમાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આતંકીઓએ શોપિયાંના જૈનાપોરામાં CRPF કેમ્પ પર પહેલો ગ્રેનેડ ફેંક્યો, જેમાં એક જવાન ઘાયલ થયો. જ્યારે બીજો ગ્રેનેડ દક્ષિણ પુલવામા જિલ્લાના નૌદલ ત્રાલ વિસ્તારમાં CRPF કેમ્પ પર ફેંકવામાં આવ્યો હતો, જેમાં એક જવાન પણ ઘાયલ થયો હતો.

આ પણ વાંચોઃ

આતંકવાદી બિટ્ટા કરાટેના ‘પાપ’નો આજે થશે હિસાબ ! 20 કાશ્મીરી પંડિતોની હત્યા કરવા બદલ 31 વર્ષ પછી શ્રીનગર કોર્ટમાં થશે સુનાવણી

આ પણ વાંચોઃ

The Kashmir Files BO Collection: શું ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું બોક્સ ઓફિસ કલેક્શન ઓછું થઈ ગયું? જાણો અત્યાર સુધીમાં કેટલા કરોડની કરી કમાણી

Next Article