Lucknow: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં (Lucknow) સોમવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. લખનૌના એકાના સ્ટેડિયમમાં હોર્ડિંગ પડતાં બે લોકોના મોત થયા હતા. જોરદાર વાવાઝોડાને કારણે આ હોર્ડિંગ પડી ગયું છે.
Lucknow | Three people were injured after a board put up at Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium fell on a moving car today
All three persons including a man and two women have been shifted to a local hospital. The board fell due to strong winds: Police pic.twitter.com/4eIegdXAgy
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 5, 2023
હોર્ડિંગના કાટમાળ નીચે એક સ્કોર્પિયો કાર દટાઈ ગઈ હતી. આ સાથે અનેક લોકો દટાઈ પણ ગયા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Cyclone Effect in Gujarat: ગુજરાતમાં વાવાઝોડાને લઈને એલર્ટ, વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાશે
લખનૌનું એકાના સ્ટેડિયમ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના નામથી પણ ઓળખાય છે. આ સ્ટેડિયમમાં વર્ષ 2018માં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. આ પછી, તાજેતરમાં આ સ્ટેડિયમમાં IPLની ઘણી મેચો રમાઈ હતી. આઈપીએલમાં લખનૌ જાયન્ટ્સ ટીમનું પણ આ હોમ ગ્રાઉન્ડ હતું.
એકાના સ્ટેડિયમનું ભારે ગ્લોસિન બોર્ડ સોમવારે સાંજે લગભગ 4.30 વાગ્યે જોરદાર તોફાનમાં પડી ગયું. સ્ટેડિયમની સામે જ રોડ પર લોખંડની એંગલ પર બોર્ડ મૂકવામાં આવ્યું હતું. બોર્ડની નીચે અનેક કાર, બાઇક સવારો અને રાહદારીઓ દટાઇ ગયા હતા. જો કે તંત્ર દ્વારા બચાવ અને રાહતકામ હાથ ધરવામાં આવ્યું છે.
Published On - 7:40 pm, Mon, 5 June 23