
વડાપ્રધાનના 75માં જન્મ દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે આ દરમિયાન અમદાવાદમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી યોજાશે રક્તદાન કેમ્પ યોજાશે
વડાપ્રધાનના જન્મ દિવસ નીમિતે આજે દેશભરમાં ઘણા કાર્યો થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ રક્તદાન શીબીરનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી સ્ટેડિયમમાં આશરે એક લાખ લોકો રક્તદાન કરશે. દેશભરમાં 7 હજાર 500 સ્થળો પર રક્તદાન કેમ્પ યોજાશે. સમગ્ર દુનિયામાંથી પાંચલાખ યુનિટ બ્લડ એકઠું કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ અભિનેતા વિવેક ઓબેરોય પણ આ રક્તાદાન કેમ્પમાં સામેલ થયા હતા. અને જણાવ્યું હતું કે PM મોદીના 75મા જન્મદિને લોકોએ પ્રેરણા લઈને રક્તદાન કરવું જોઈએ. કારણ કે તે માનવતાનું કાર્ય છે. દેશભરમાં આજે રક્તદાન મહાદાનનું આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકો મોટી સંખ્યામાં રક્તદાન કરવાના છે અને આ અભિયાનનો ભાગ બનવાના છે.
આજે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રીઓ અને દિલ્હી સરકારના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી અને તેમને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી.
ઘણી જગ્યાએ ધાર્મિક કાર્યક્રમો અને સમાજસેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે સખત મહેનત અને અજોડ નેતૃત્વ દ્વારા મોદીએ દેશમાં મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવાની સંસ્કૃતિ બનાવી છે. તેમણે પ્રાર્થના કરી કે પ્રધાનમંત્રી સ્વસ્થ અને ખુશ રહે અને રાષ્ટ્રને વધુ ઊંચાઈઓ પર લઈ જાય.