Pushkar Singh Dhami 2.0: પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના (Uttarakhand) 12મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. રાજ્યપાલ ગુરમીત સિંહે ધામી અને તેમના મંત્રીમંડળને શપથ લેવડાવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હોવા છતા, ધામીએ સતત બીજી વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી (Chief Minister of Uttarakhand) બનીને રેકોર્ડ બનાવ્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણી (Assembly elections) બાદ ભાજપ હાઈકમાન્ડે તેમને રિપીટ કરવાનો નિર્ણય લીધો છે. ધામીની સાથે આઠ કેબિનેટ મંત્રીઓના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સતપાલ મહારાજ, ધન સિંહ રાવત, સુબોધ ઉનિયાલ, ગણેશ જોશી, રેખા આર્ય અને પ્રેમચંદ અગ્રવાલે પણ શપથ લીધા હતા. પ્રથમ વખત સિતારગંજના ધારાસભ્ય સૌરભ બહુગુણા અને બાગેશ્વરના ધારાસભ્ય ચંદન રામને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઘણા મહાનુભાવોની હાજરીમાં દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. શપથ ગ્રહણ સમારોહ પ્રથમ વખત રાજભવનની બહાર પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.
ઉત્તરાખંડના નિરીક્ષક અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા ધામીની મુખ્યમંત્રી તરીકે રાજ્યાભિષેકની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ પરેડ ગ્રાઉન્ડ પર શપથગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી હતી. ખાટીમા સીટ પરથી ધામીની હાર બાદ સીએમ બનવા માટે ધારાસભ્યોમાં લોબિંગ શરૂ થતાં ધારાસભ્યોને સીએમની રેસમાં દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ દબાવ સર્જતા પણ જોવામાં આવ્યા હતા.
સોમવારે ધારાસભ્ય દળની બેઠક બાદ હાઈકમાન્ડે ધામીના નામ પર સહમતિ દર્શાવી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. 70 બેઠકોવાળા ઉત્તરાખંડમાં ભાજપના ખાતામાં 47 બેઠકો આવી છે. કોંગ્રેસને 19 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે, બસપાએ વાપસી કરીને બે બેઠકો જીતી લીધી હતી અને બે અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી જીતવામાં સફળ થયા હતા.
BJP’s Pushkar Singh Dhami takes oath as the Chief Minister of Uttarakhand, in Dehradun. pic.twitter.com/JpG0dBvnmX
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 23, 2022
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ