ભાજપ અત્યારથી જ પોતાની નબળાઈઓ શોધી તેની પર કામ કરવા ઈચ્છે છે. બૂથ સ્તર પર પાર્ટીને વધુ મજબૂત કરવાના પ્રયત્ન થશે. વડાપ્રધાન મોદીએ સમાપન ભાષણમાં કાર્યકર્તાઓને જણાવ્યું કે કેવી રીતે પાર્ટીને આગળ લઈ જવાની છે. કેવી રીતે લોકસભા ચૂંટણીની તૈયારી કરવાની છે.
PM Modi
Image Credit source: File Image
Follow us on
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. 2 દિવસમાં પાર્ટી પૂરી રીતે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે મિશન મોડમાં કામ કરવા માટે તૈયારી થઈ ગઈ છે. પ્રથમ દિવસે પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે આ વર્ષે 9 વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે અને પાર્ટીને તમામ ચૂંટણી જીતવાની છે. આ વર્ષે એક પણ હારનો સ્વીકાર કરવામાં આવશે નહીં. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકસભા ચૂંટણી માટે 400 દિવસનો સમય છે. તમામ લોકો તૈયારીઓમાં લાગી જાઓ.
ભાજપ અત્યારથી જ પોતાની નબળાઈઓ શોધી તેની પર કામ કરવા ઈચ્છે છે. બૂથ સ્તર પર પાર્ટીને વધુ મજબૂત કરવાના પ્રયત્ન થશે. વડાપ્રધાન મોદીએ સમાપન ભાષણમાં કાર્યકર્તાઓને જણાવ્યું કે કેવી રીતે પાર્ટીને આગળ લઈ જવાની છે. કેવી રીતે લોકસભા ચૂંટણીની તૈયારી કરવાની છે.
લોકસભા ચૂંટણીમાં હવે માત્ર 400 દિવસનો સમય છે. તમે સમાજના તમામ ધર્મ અને વર્ગોના લોકોની પાસે જાવ. પોતાની વાત મુકો, ભલે આપણને મત મળે કે ના મળે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે ચર્ચમાં જાવ, યૂનિવર્સિટી જાવ, બોહરા સમુદાયની પાસે જાવ. તમે બધાના સંપર્કમાં રહો.
શિક્ષિત મુસ્લિમ સમુદાય સુધી આપણી વાત પહોંચાડો. મુસ્લિમ સમાજ વિશે ખોટી નિવેદનબાજી ના કરો. કાર્યકર્તાઓ મુસ્લિમોની વચ્ચે જાય.
ભાજપે સંવેદનશીલતાની સાથે લોકો સાથે જોડાવવાનું છે. માત્ર મત માટે કામ ના કરો, સમાજ બદલવા માટે કામ કરો. સમાજનીતિને લઈ લોકોને જોડવા પર વધારે ધ્યાન આપો.
પાર્ટીને બૂથ સ્તર પર વધુ મજબૂત કરવાની છે. બોર્ડરની નજીકના ગામોમાં પાર્ટીને મજબૂત કરો. જેમાં ભાજપના મોર્ચાના કાર્યકર્તા જઈ કામ કરે.
નવા કાર્યકર્તાઓને પાર્ટીમાં જોડાવા પર ધ્યાન આપો. દરેક દિવસે નવા-નવા લોકોને મળો. આપણી મહેનત ઓછી ના થવી જોઈએ.
મહત્વાકાંક્ષી જિલ્લાઓના વિકાસમાં પણ ભાજપના કાર્યકર્તાઓની ભૂમિકા હોય. આ સિવાય તમામ રાજ્યોએ એકબીજા સાથે સંકલન વધારીને ભાવનાત્મક રીતે જોડાવું જોઈએ.
કાશી-તમિલ સંગમની તર્જ પર અન્ય ભાષાઓને લગતા કાર્યક્રમોનું આયોજન કરો અને પક્ષના પ્રાથમિક સભ્યોનું જિલ્લાવાર સંમેલન કરો.
18થી 25 વર્ષના લોકોએ ભારતના રાજકીય ઈતિહાસને જોયો નથી. તેમને પાછલી સરકારોમાં થયેલા ભ્રષ્ટાચાર અને ખોટા કામ વિશે જાણકારી નથી, તેમને આ વિશે જાણકારી આપવાની જરૂર છે.
કેવી રીતે આપણે કુશાસનથી સુશાસન તરફ આવ્યા છે, આ સંદેશ આપણે યુવાનો સુધી પહોંચાડવાનો છે.