બીજેપીની વિજય સંકલ્પ સભામાં પીએમ મોદીએ કહ્યું- ડબલ એન્જિનની સરકાર ઈચ્છે છે તેલંગાણાની જનતા, અહીં વિકાસ અમારી પ્રાથમિકતા

|

Jul 03, 2022 | 8:27 PM

PM Narendra Modi Addresses Vijaya Sankalpa Sabha: પીએમ મોદીએ કહ્યું કે હૈદરાબાદ શહેર દરેક ટેલેન્ટની આશાઓને નવી ઉડાન આપે છે, તેવી જ રીતે ભાજપ લોકોની આશાઓ અને અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે.

બીજેપીની વિજય સંકલ્પ સભામાં પીએમ મોદીએ કહ્યું- ડબલ એન્જિનની સરકાર ઈચ્છે છે તેલંગાણાની જનતા, અહીં વિકાસ અમારી પ્રાથમિકતા
PM-Narendra-Modi-Addresses-Vijaya-Sankalpa-Sabha
Image Credit source: Twitter

Follow us on

PM Narendra Modi Addresses Vijaya Sankalpa Sabha: બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે ​​સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં ‘વિજય સંકલ્પ સભા’ને (Vijaya Sankalpa Sabha) સંબોધિત કરતા કહ્યું હતું કે એવું લાગે છે કે આખા તેલંગાણાનો સ્નેહ આ મેદાનમાં સમાયેલો છે. પીએમ મોદીએ કહ્યું કે હૈદરાબાદ શહેર દરેક ટેલેન્ટની આશાઓને નવી ઉડાન આપે છે, તેવી જ રીતે ભાજપ લોકોની આશાઓ અને અપેક્ષાઓને પૂરી કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે. તેમણે કહ્યું કે તેલંગાણાના લોકો તેમના સમર્પણ માટે જાણીતા છે. પીએમ મોદીએ કહ્યું કે ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ’ અમારો મંત્ર છે. તેમણે કહ્યું કે તેલંગાણાનો વિકાસ અમારી પ્રાથમિકતા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં અમે દરેક ભારતીયના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. દેશવાસીઓનું જીવન કેવી રીતે સરળ બને, વિકાસનો લાભ દરેક વ્યક્તિ, દરેક ક્ષેત્ર સુધી કેવી રીતે પહોંચે તે માટે અમે સતત કામ કર્યું છે. તેમણે કહ્યું કે જે લોકો વંચિત, શોષિત હતા, તેમને પણ રાષ્ટ્રીય યોજનાઓ દ્વારા અમે વિકાસમાં ભાગીદાર બનાવ્યા છે. આ જ કારણ છે કે આજે ગરીબ, દલિત, પછાત, આદિવાસી બધાને લાગે છે કે ભાજપ સરકાર તેમની આવશ્યકતાઓ અને આકાંક્ષાઓ બંને પૂરી કરી રહી છે.

દેશની મહિલાઓનું જીવન સરળ બન્યું છે: PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે દેશની મહિલાઓ પણ આજે અનુભવી રહી છે કે તેમનું જીવન સરળ બની ગયું છે, તેમની સુવિધા વધી છે. હવે તે રાષ્ટ્રના વિકાસમાં વધુ યોગદાન આપી શકે છે. તેલંગાણાના ગરીબોને મફત રાશન મળવું જોઈએ, ગરીબોને મફત સારવાર પણ મળવી જોઈએ, ભાજપ સરકારની નીતિઓનો લાભ દરેકને ભેદભાવ વિના મળી રહ્યો છે. આ સબકા સાથ, સબકા વિકાસ. તેથી જ આજે દેશના સામાન્ય નાગરિકને ભાજપમાં આટલો વિશ્વાસ છે.

આ પણ વાંચો

તેલંગાણામાં ભાજપને સતત સમર્થન મળી રહ્યું છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે તમારો આ ઉત્સાહ, તમારો આ પ્રેમ આજે આખો દેશ જાણી રહ્યો છે. 2019ની ચૂંટણીમાં તેલંગાણામાં ભાજપને જેટલું જનસમર્થન મળ્યું હતું તેમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપને જેટલો તેલંગાણામાં જનસમર્થન મળ્યો હતો, તે સતત વધી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ગ્રેટર હૈદરાબાદની ચૂંટણીમાં તેની એક ઝલક અમે જોઈ, જ્યારે ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી.

તેલંગાણામાં 5 મોટા પ્રોજેક્ટ પર કેન્દ્ર સરકાર કામ કરી રહી છે

પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં રસીને લઈને, બીજા સાધનો અંગે અહીં જે કામ કરવામાં આવ્યું છે. તેણે સમગ્ર દુનિયામાં કરોડો જીવન બચાવવામાં મદદ કરી છે. અમારો સતત પ્રયાસ છે કે તેલંગાણાના ખેડૂતોનું જીવન સરળ બને, તેમને તેમની ઉપજની વધુમાં વધુમાં કિંમત મળવી જોઈએ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તેલંગાણામાં પાણી સંબંધિત 35,000 કરોડ રૂપિયાથી વધુના 5 મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.

Published On - 7:26 pm, Sun, 3 July 22

Next Article