BJP Mission 2024: તેલંગાણામાં જી કિશન રેડ્ડી અને પંજાબમાં સુનીલ જાખડ, ભાજપે 4 રાજ્યમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ

|

Jul 04, 2023 | 4:19 PM

સૂત્રોના જણાવ્યા અનુસાર 4 રાજ્યોના પ્રમુખની જાહેરાત બાદ ભાજપ ટૂંક સમયમાં અન્ય 6 રાજ્યોમાં પણ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી શકે છે. જો આ રાજ્યની વાત કરવામાં આવે તો તેમાં કર્ણાટક, ગુજરાત, કેરળ, હરિયાણા, જમ્મુ કાશ્મીર અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.

BJP Mission 2024: તેલંગાણામાં જી કિશન રેડ્ડી અને પંજાબમાં સુનીલ જાખડ, ભાજપે 4 રાજ્યમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ
BJP Mission 2024

Follow us on

BJP Mission 2024: આગામી સમયમાં ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સાથે 2024 માં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પણ યોજાશે. આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ચૂંટણી રણનીતિના ભાગરૂપે ઘણા રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોને બદલવામાં આવ્યા છે. બીજેપીએ તેલંગાણા, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને પંજાબમાં પ્રદેશ પ્રમુખો બદલ્યા છે.

ઝારખંડની વાત કરવમાં આવે તો બાબુલાલ મરાંડીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આવી જ રીતે તેલંગાણાની જવાબદારી જી કિશન રેડ્ડીને સોંપવામાં આવી છે. પંજાબની જવાબદારી સુનીલ જાખડને આપવામાં આવી છે. આંધ્રપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તરીકે ડી. પુરંદેશ્વરીને નિયુક્ત કરવામાં આવ્યા છે.

પ્રદેશ પ્રમુખોએ મોટી જવાબદારીઓ સાથે કામ કરવું પડશે

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે ભાજપે તે રાજ્યોમાં પોતાના પ્રદેશ પ્રમુખો બદલી નાખ્યા છે, જ્યાં હાલ ભાજપની સરકાર સત્તામાં નથી. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવી રણનીતિ બનાવવામાં આવી છે અને તેના ભાગ રૂપે ભાજપે આ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ બદલ્યા છે. રાજ્યના કાર્યકરોને સક્રિય કરવા અને બૂથ લેવલ સુધી કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ચારેય રાજ્યના પ્રદેશ પ્રમુખોએ જવાબદારીઓ સાથે કામ કરવું પડશે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ભાજપ અન્ય 6 રાજ્યોમાં પણ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી શકે

સૂત્રોના જણાવ્યા અનુસાર 4 રાજ્યોના પ્રમુખની જાહેરાત બાદ ભાજપ ટૂંક સમયમાં અન્ય 6 રાજ્યોમાં પણ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી શકે છે. જો આ રાજ્યની વાત કરવામાં આવે તો તેમાં કર્ણાટક, ગુજરાત, કેરળ, હરિયાણા, જમ્મુ કાશ્મીર અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Bihar: નીતિશ કુમારના મનમાં શું છે? શું બિહારમાં પણ થશે બગાવત!

કર્ણાટકમાં શોભા કરંદલાજે અથવા અસ્વથ નારાયણ, કેરળમાં વી મુરલીધરન અથવા સુરેશ ગોપી, ગુજરાતમાં મનસુખ માંડવિયા કે પુરુષોત્તમ રૂપાલા, હરિયાણામાં કૃષ્ણપાલ ગુજ્જર અથવા રામવિલાસ શર્મા, જમ્મુ-કાશ્મીરમાં ડો. જિતેન્દ્ર સિંહ અથવા સાંસદ જુગુલ કિશોર અને મધ્યપ્રદેશમાં નરેન્દ્રસિંહ તોમર અથવા પ્રહલાદ પટેલને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. આ બાબતે ભાજપ સતત મંથન કરી રહ્યું છે.

સંગઠન અને સરકારમાં ફેરફાર થવાની અટકળો લગાવવામાં આવી હતી

ગયા અઠવાડિયે અમેરિકાથી પરત ફર્યાના એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, પાર્ટીના મહાસચિવ બીએલ સંતોષ હાજર હતા. ત્યારબાદ સંગઠન અને સરકારમાં ફેરફાર થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. આ વર્ષના અંત સુધીમાં તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ભાજપ માટે તમામ રાજ્યો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article