ભાજપના નેતાઓએ મંદિર-મસ્જિદની 513 એકર જમીન હડપ કરી, બેનામી વ્યવહારો દ્વારા કરોડો ઊભા કર્યાઃ નવાબ મલિકનો આક્ષેપ

|

Dec 21, 2021 | 6:34 PM

મલિકે આક્ષેપ કરતા કહ્યું કે બીડ જિલ્લામાં ધાર્મિક સ્થળોની લગભગ 513 એકર જમીન, જેમાં મંદિરની 300 એકર અને 213 એકર મસ્જિદોની જમીનનો સમાવેશ થાય છ. બીજેપી નેતાઓ દ્વારા જમીન અન્યોના નામે કરવામાં આવી છે અને ગેરકાયદેસર રીતે ખાનગી વ્યક્તિઓને ટ્રાન્સફર પણ કરવામાં આવી છે

ભાજપના નેતાઓએ મંદિર-મસ્જિદની 513 એકર જમીન હડપ કરી, બેનામી વ્યવહારો દ્વારા કરોડો ઊભા કર્યાઃ નવાબ મલિકનો આક્ષેપ
Nawab Malik, Cabinet Minister of Maharashtra (file photo)

Follow us on

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે (Nawab Malik, Cabinet Minister of Maharashtra ) મંગળવારે આરોપ લગાવ્યો હતો કે બેનામી વ્યવહારોમાં સંડોવાયેલા ભાજપના નેતાઓએ (BJP leaders) મંદિરની જમીન હડપ કરી અને કરોડો રૂપિયાની ગેરરીતિ કરી છે. નવાબ મલિકે બીજેપી નેતા અને એમએલસી સુરેશ ધસ (Suresh Dhas) અને બીડ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય ભીમરાવ ઢોંડે (Bhimrao Dhonde) પર આરોપ લગાવ્યો છે કે તેમણે મંદિરની જમીન હડપ કરી લીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા નવાબ મલિકના પુત્ર ફરાઝ મલિકના (Faraz Malik) પાંચ સ્થળોએ સર્ચ કર્યાના એક દિવસ બાદ નવાબ મલિકે આક્ષેપ લગાવ્યો છે. આ બન્નેએ રાષ્ટ્રીયકૃત બેંકમાંથી (Nationalized Bank) 149.89 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. બીજેપી નેતાઓ પર આરોપ લગાવતા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકે કહ્યું કે પાર્ટીમાં તેમના સાથી રામ ખાડેએ 9Ram Khade) આ ગેરકાયદેસર વ્યવહારો અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં ફરિયાદ નોંધાવી છે.

મંદિર-મસ્જિદની 513 એકર જમીન પચાવી પાડી
મલિકે આક્ષેપ કરતા કહ્યું કે બીડ જિલ્લામાં ધાર્મિક સ્થળોની લગભગ 513 એકર જમીન, જેમાં મંદિરની 300 એકર અને 213 એકર મસ્જિદોની જમીનનો સમાવેશ થાય છ. બીજેપી નેતાઓ દ્વારા જમીન અન્યોના નામે કરવામાં આવી છે અને ગેરકાયદેસર રીતે ખાનગી વ્યક્તિઓને ટ્રાન્સફર પણ કરવામાં આવી છે. આરોપ છે કે આ જમીન ત્રણ મુસ્લિમ ધર્મસ્થળ અને સાત હિન્દુના ધર્મસ્થળોની છે.

આ જમીનો પચાવી પાડવાનો આક્ષેપ
213 એકર જમીનમાંથી દરગાહ ઇનામ-ચિંચપુર મસ્જિદ ઇનામ (60 એકર), રૂઇ નાલકોલ-બુહા દેવસ્થાન (103 એકર), દેવીનીમગાંવ-મસ્જિદ ઇનામ (50 એકર)નો સમાવેશ થાય છે. 300 એકર હિંદુ મંદિરોની જમીનમાં 41.32 એકર વિઠોબા દેવસ્થાન મુર્શીદપુર, 35 એકર ખંડોબા દેવસ્થાન, શ્રી રામ દેવસ્થાન (29 એકર), કોયલમાં શ્રીરામ દેવસ્થાન (15 એકર), ચિંચપુર રામચંદ્રદેવ દેવસ્થાન (65 એકર), બેલગામ ખંડોબાદ દેવસ્થાન (30 એકર). એકર) અને ખડકત વિઠોબા દેવસ્થાન (50 એકર)નો સમવાશ થાય છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે 2017 થી 2020 ના સમયગાળા દરમિયાન થયેલા આ ગેરકાયદેસર વ્યવહાર દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પૂર્વ ડેપ્યુટી કલેક્ટર દ્વારા મદદ મળી?
મંત્રીએ એમ પણ કહ્યું કે ભાજપના નેતાઓએ પૂર્વ ડેપ્યુટી કલેક્ટરની મદદથી ધાર્મિક સ્થળોની જમીન ખાનગી લોકોને ટ્રાન્સફર કરી અને કરોડો રૂપિયાની હેરાફેરી કરી. મલિકે કહ્યું કે વક્ફ બોર્ડે સમગ્ર મહારાષ્ટ્રમાં 11 FIR નોંધી છે.

આ પણ વાંચોઃ ફોન ટેપિંગની વાત જવા દો, મારા બાળકોનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરી રહ્યાં છે’, પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર પર કર્યા પ્રહારો

આ પણ વાંચોઃ PAPER LEAK : કમલમમાં જે રીતે કાર્યકરો ઘુસ્યા એ આવકાર્ય નથી, ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં ચલાવી નહીં લેવાય : પાટીલ

Next Article