શું Delhi નું નામ બદલીને Indraprastha કરવામાં આવશે ? ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કરી માંગ

|

May 22, 2021 | 5:16 PM

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ (Indraprastha) કરવામાં નહીં આવે ત્યાં સુધી દેશમાં વિવાદો થતા રહેશે.

શું Delhi નું નામ બદલીને Indraprastha કરવામાં આવશે ? ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કરી માંગ
FILE PHOTO

Follow us on

Delhi : ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગિ આદિત્યનાથે પ્રયાગરાજ સહીત ઘણા શહેરોના પ્રાચીન નામ બદલ્યા છે. હવે દિલ્હીનું નામ બદલીને પણ પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ (Indraprastha) કરવાની માંગ કરવામાં આવી છે. ભાજપના વરિષ્ઠ નેતા તેમજ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramaniam Swamy) એ માંગ કરી છે કે દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ કરવામાં આવે. સુબ્રમણ્યમે પોતાનો પક્ષ રજૂ કરતા દ્રૌપદી ટ્રસ્ટના ડો.નીરા મિસ્રા (Dr.Neera Misra) ના સંશોધનને ટાંક્યું છે.

વિવાદો દુર કરવા ઇન્દ્રપ્રસ્થ નામ જરૂરી : સુબ્રમણ્યમ સ્વામી
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ કરવાની માંગ કરી છે. તેમણે લખ્યું હતું કે દ્રૌપદી ટ્રસ્ટના ડો.નીરા મિસ્રાના સંશોધનમાંથી જે તથ્યો મળ્યાં છે તે રાજધાનીનું નામ બદલવા માટે પૂરતા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ સાથે સુબ્રમણ્યમ સ્વામીએ એમ પણ લખ્યું હતું કે તમિળનાડુના એક મહાન ઋષિએ તે મને કહ્યું હતું કે જ્યાં સુધીદિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ (Indraprastha) નહીં કરવામાં આવે ત્યાં સુધી દેશમાં વિવાદો થતા રહેશે. સુબ્રમણ્યમ સ્વામીના માટે વિવાદો દુર કરવા દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ નામ કરવું જરૂરી છે.

દ્રૌપદી ટ્રસ્ટના ડો.નીરા મિસ્રાનું સંશોધન
દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ (Indraprastha) કરવાની માંગ સાથે સુબ્રમણ્યમ સ્વામીએ દ્રૌપદી ટ્રસ્ટના ડો.નીરા મિસ્રા (Dr.Neera Misra) ના સંશોધનને ટાંક્યું છે. ડો.નિરા મિસ્રાએ પોતાના સંશોધનમાં આવા ઘણા પુરાવાઓ એકત્રિત કર્યા છે, જે સાબિત કરે છે કે વર્ષો પહેલા દિલ્હીનું નામ ઇન્દ્રપ્રસ્થ હતું.

સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે મહાભારતમાં તેનો ઉલ્લેખ છે, તેમજ વર્ષ 1911 માં બ્રિટીશ સરકારના નોટીફીકેશનમાં આના પુરાવા પણ છે. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (Archaeological survey of india) ના રેકોર્ડ ઉપરાંત બ્રિટિશ અને મુઘલ શાસનની આવક અને અન્ય રેકોર્ડોમાં પણ દિલ્હીનો ઉલ્લેખ ઇન્દ્રપ્રસ્થ તરીકે કરવામાં આવ્યો છે.

જાણો ઇન્દ્રપ્રસ્થ વિશે
ઇન્દ્રપ્રસ્થ (Indraprastha) પ્રાચીન ભારતના સમૃદ્ધ રાજ્યોમાંથી એક હતું. મહાકાવ્ય મહાભારત (Mahabharata) માં પણ ઇન્દ્રપ્રસ્થનો ઉલ્લેખ મળે છે. મહાભારત અનુસાર ઇન્દ્રપ્રસ્થ પાંડવોની રાજધાની હતી. ઇન્દ્રપ્રસ્થ યમુના નદીને કિનારે વિકસિત થયેલું રાજ્ય હતું, જેને આજે  આપણે  દિલ્હી તરીકે ઓળખીએ છીએ.

Next Article