આખરે રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન તરીકે ચહેરાની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપે ભજનલાલ શર્માને રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન તરીકે જાહેર કર્યા છે. આ પહેલા રાજસ્થાન પહોંચેલા કેન્દ્રીય નિરીક્ષકોએ રાજ્યના વરિષ્ઠ ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી તેમની સલાહ લીધી હતી, તે સિવાય નિરીક્ષકોએ રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેએ પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે સાથે પણ વાતચીત કરી હતી. આ સાથે જ રાજ્યમાં દિયા સિંહ અને પ્રેમચંદ બેરવાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.
ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન, જયપુરમાં ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં નામની જાહેરાત | TV9Gujarati #bhajanlalsharma #rajasthanchiefminister #bjp #jaipur #tv9gujarati pic.twitter.com/soQqQMrV2u
— Tv9 Gujarati (@tv9gujarati) December 12, 2023
ભજન લાલ શર્મા વિશે વાત કરીએ તો તેઓ સંગઠનમાં લાંબા સમયથી કાર્યરત રહ્યા છે. તેઓ ભરતપુર વિધાનસભા વિસ્તારથી આવે છે. તેમને લાંબા સમય સુધી પ્રદેશના મહામંત્રી તરીકે કામ કર્યો છે. જયપુરના સાંગાનેર જેવી સુરક્ષિત સીટથી તેમને પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડી અને જીત મેળવી હતી. ત્યારબાદ તેમને હવે રાજસ્થાનની કમાન સોંપવામાં આવી છે. સાંગાનેરથી હાલના ધારાસભ્ય અશોક લાહોટીની ટિકિટ કાપીને ભજન લાલ શર્માને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તે 4 વખત પ્રદેશ મહામંત્રી રહ્યા છે અને આરએસએસ અને એબીવીપીથી જોડાયેલા છે.
તમને જણાવી દઈએ કે છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જેમ જ રાજસ્થાનમાં પણ ભાજપે પ્રચંડ બહૂમતી સાથે જીત મેળવી છે. પાર્ટીએ રાજસ્થાનમાં 199 સીટમાંથી 115 સીટ પર જીત મેળવી છે. આ જીત બાદ મુખ્યપ્રધાનને લઈને તમામ અટકળો ચાલી રહી હતી પણ આજે તેનો અંત આવ્યો છે અને હવે ભજન લાલ શર્માને રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: પહેલી વખત લડ્યા ચૂંટણી અને લાગી લોટરી! જાણો રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માની રાજકીય સફર
Published On - 4:27 pm, Tue, 12 December 23