ઓરિસ્સા વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર ભાજપને બંપર બહુમત, 24 વર્ષથી સત્તામાં રહેલી નવિન પટનાયકની BJDનુ પત્તુ સાફ

|

Jun 04, 2024 | 6:17 PM

Odisha Assembly Election Results 2024: ઓરિસ્સામા છેલ્લા 20 વર્ષથી સત્તામાં રહેલી નવિન પટનાયકની બીજુ જનતા દળના સૂપડા સાફ થઈ ગયા છે અને ઓરિસ્સામાં ભાજપ બહુમતી એકદમ નજીક પહોંચી ગઈ છે. 147 બેઠકો ધરાવતી ઓરિસ્સા વિધાનસભામાં ભાજપને જીતવા માટે 74 બેઠકોની જરૂર છે અને અત્યાર સુધીના પરિણામ મુજબ ભાજપ 80 બેઠકો પર આગળ છે. અહીં છેલ્લા 24 વર્ષથી બીજેડી સતત એકચક્રી રાજ કરી રહી છે.

ઓરિસ્સા વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર ભાજપને બંપર બહુમત, 24 વર્ષથી સત્તામાં રહેલી નવિન પટનાયકની BJDનુ પત્તુ સાફ

Follow us on

ઓરિસ્સામાં અત્યાર સુધીના રૂઝાનોને જોતા પ્રથમવાર એવુ બનશે કે અહીં નવિન પટનાયકના ગઢના કાંગરા ખેરવી ભાજપ સત્તા પર આવશે. છેલ્લા 25 વર્ષથી સત્તામાં રહેલી નવિન પટનાયકની બીજેડી આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપથી પાછળ ચાલી રહી છે અને ભાજપ 80 બેઠકો સાથે આગળ છે.

ઓરિસ્સામાં 25 વર્ષથી BJDની સરકાર

ઓરિસ્સાની 147 વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. જેમા શરૂઆતથી જ ભાજપ બહમતી સાથે આગળ વધતી દેખાઈ રહી છે. ચૂંટણી પંચના તાજા આંકડા જણાવી રહ્યા છે કે ભાજપ 79 બેઠક પર આગળ ચાલી રહી છે. ઓડિસામાં ભાજપ સરકાર બનાવવાની એક્દમ નજીક પહોંચી ગઈ છે. 24 વર્ષથી સતત એકચક્રી શાસન ભોગવી રહેલી બીજેડી બાદ પ્રથમવાર ભાજપ અહીં સત્તા મેળવવા જઈ રહી છે. હાલ જે રૂઝાન સામે આવ્યા છે. તેમાં બીજુ જનતા દળ 48 બેઠકો સાથે બીજા સ્થાન પર બનેલી છે. જ્યારે કોંગ્રેસ 15 સીટ પર અને માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) સીટ પર આગળ છે. જ્યારે બે સીટ પર અપક્ષ ઉમેદવાર આગળ છે.

સતત 5 વાર CM રહ્યા છે નવિન પટનાયક

ઓરિસ્સાના નવિન પટનાયકના અનેક મંત્રીઓ પણ પાછળ ચાલી રહ્યા છે. ગત ચૂંટણીના આંકડા પર નજર કરીએ તો 2019ની વિધાનસભા ચૂંટણીમાં BJDને 147માંથી 117 બેઠકો પર જીત મળી હતી. જ્યારે ભાજપને 23 સીટ અને કોંગ્રેસને 9, CPI(M)ને 1 અને અપક્ષને 1 બેઠક મળી હતી. જ્યારે મુખ્યમંત્રી નવિન પટનાયક છેલ્લા 24 વર્ષથી સીએમ છે. આ વખતે ભાજપ 79 બેઠક પર આગળ છે અને જીતના આંકડાની એકદમ નજીક છે. ઓરિસ્સામાં પ્રથમવાર ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. અહી ભાજપ ક્યારેય સત્તામાં રહી જ નથી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ઓરિસ્સામાં ભાજપનો વનવાસ થયો ખતમ, પ્રથમવાર સત્તામાં આવશે BJP

ઓડિસામાં વિધાનસભા ચૂંટણીમાં બીજેડીએ નવિન પટનાયક ચૂંટણી લડી રહ્યા છે. ઓડિસામાં વિધાનસભાની 147 અને લોકસભાની કુલ 24 સીટો છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી 13 મે થી 1 જૂન સુધીમાં ચાર ચરણોમાં થયા હતા. વિધાનસભા ચૂંટણીમાં બીજેડીના નવિન પટનાયક ચૂંટણી મેદાનમાં હતા તો ભાજપે પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડી હતી.

આ પણ વાંચો: ક્ષત્રિયોના પ્રચંડ વિરોધ વચ્ચે રાજકોટથી ભાજપના પરશોત્તમ રૂપાલાની જંગી લીડથી જીત

 ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 5:26 pm, Tue, 4 June 24

Next Article