BJP’ s 42th Foundation Day Live Updates: ભારતીય જનતા પાર્ટી (BJP) આજે તેનો 42મો સ્થાપના દિવસ (42th foundation day) ઉજવી રહી છે અને આ અવસર પર પાર્ટી દ્વારા મોટા પાયે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ભાજપના કાર્યકરો, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને સંબોધિત કરશે. તેમજ આ ખાસ દિવસે પીએમ મોદી (PM Modi) સહિત પાર્ટીના તમામ સાંસદ કમળના ફૂલના પ્રતીકવાળી ભગવી ટોપી પહેરીને સંસદ પહોંચશે. આ પ્રસંગે અમિત શાહ (Amit Shah) અને રાજનાથ સિંહે પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે.
PM મોદીએ કહ્યું કે, દેશના યુવાનો હવે સમજવા લાગ્યા છે કે કેવી રીતે પરિવારના સભ્યો લોકશાહીના સૌથી મોટા દુશ્મન છે. લોકશાહી સાથે રમત રમી રહેલા આ પક્ષો બંધારણ અને બંધારણીય વ્યવસ્થાને પણ સમજતા નથી. આજે પણ આવા પક્ષોના આપણા કાર્યકરો લોકતાંત્રિક મૂલ્યો સાથે અન્યાય, અત્યાચાર અને હિંસા સામે લડી રહ્યા છે.
BJP પાર્ટીના સ્થાપના દિવસ પર કોંગ્રેસ પર પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે, આપણા દેશમાં દાયકાઓથી કેટલાક રાજકીય પક્ષોએ માત્ર વોટ બેંકની રાજનીતિ કરી છે. ભેદભાવ-ભ્રષ્ટાચાર આ બધું વોટબેંકના રાજકારણની આડ અસર હતી, પરંતુ આજે ભાજપે માત્ર આ વોટબેંકની રાજનીતિને ટક્કર આપી નથી, પરંતુ તેના ગેરફાયદા સમજાવવામાં પણ સફળતા મેળવી છે.
PM મોદીએ કહ્યું કે ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર સાથે અમે દરેકનો વિશ્વાસ મેળવી રહ્યા છીએ. અમે દેશના વિકાસ માટે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ.વધુમાં તેમણે કહ્યું કે આજે આખી દુનિયા જોઈ રહી છે કે ભારત આવા મુશ્કેલ સમયમાં 80 કરોડ ગરીબો અને વંચિતોને મફત રાશન આપી રહ્યું છે. 100 વર્ષના આ સૌથી મોટા સંકટમાં કેન્દ્ર સરકાર ગરીબોને માટે લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા ખર્ચી રહી છે.
PM મોદીએ કહ્યું કે, આજે દુનિયાની સામે એક ભારત છે જે કોઈપણ ડર કે દબાણ વગર પોતાના હિત માટે અડગ છે. જ્યારે આખું વિશ્વ બે વિરોધી ભાગમાં વહેંચાયેલું છે, ત્યારે ભારતને એક એવા દેશ તરીકે જોવામાં આવે છે જે માનવતાની મક્કમતાથી વાત કરી શકે છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને કામ કરી રહી છે. આજે દેશની નીતિઓ છે, તે પણ નિશ્ચિત છે. આજે દેશ પાસે નિર્ણય શક્તિની સાથે સાથે સંકલ્પ શક્તિ પણ છે. તેથી આજે આપણે લક્ષ્યો નક્કી કરી રહ્યા છીએ, અને તેને પૂરા પણ કરી રહ્યા છીએ.
સ્થાપના દિવસ પર વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતા PM મોદીએ કહ્યું, ‘વૈશ્વિક દૃષ્ટિકોણથી જુઓ કે રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી જુઓ, ભાજપની અને ભાજપના દરેક કાર્યકર્તાની જવાબદારી સતત વધી રહી છે. તેથી જ ભાજપનો દરેક કાર્યકર દેશના દેશના સંકલ્પોનો પ્રતિનિધિ છે.
આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું, ‘આ વર્ષનો સ્થાપના દિવસ 3 કારણોસર મહત્વપૂર્ણ બન્યો છે. પહેલું કારણ એ છે કે આ સમયે આપણે દેશની આઝાદીના 75 વર્ષ, આઝાદીના અમૃત ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. બીજું કારણ ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ અને બદલાતી વૈશ્વિક વ્યવસ્થા છે. જેના કારણે ભારત માટે સતત નવી સંભાવનાઓ ઊભી થઈ રહી છે. ત્રીજું કારણ પણ એટલું જ મહત્વનું છે. થોડા અઠવાડિયા પહેલા ચાર રાજ્યોમાં BJPની ડબલ એન્જિન સરકારો પરત આવી છે. ત્રણ દાયકા બાદ રાજ્યસભામાં પાર્ટીના સભ્યોની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે.’
ભાજપના સ્થાપના દિવસ પર PM મોદીએ કહ્યું, ‘મારી પ્રાર્થના છે કે માતા સ્કંદમાતાના આશીર્વાદ દેશવાસીઓ પર, દરેક મહેનતુ કાર્યકર અને ભાજપના દરેક સભ્ય પર હંમેશા રહે.’ વધુમાં તેમણે કહ્યું, આજે પાંચમુ નોરતુ છે. આ દિવસે આપણે બધા માતા સ્કંદમાતાની પૂજા કરીએ છીએ. આપણે બધાએ જોયું છે કે માતા સ્કંદમાતા પણ કમળના આસન પર બિરાજમાન છે અને તેમના બંને હાથમાં કમળનું ફૂલ છે.
BJP ના સ્થાપના દિવસ પર PM મોદીએ પાર્ટીના કાર્યકરોને સંબોધતા પહેલા વર્ચ્યુઅલ રીતે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. આ પછી તેણે જણાવ્યું કે, ભાજપ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ને સાર્થક કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, એક સમયે ભારત નિરાશામાં ધકેલાઈ ગયુ હતુ.પરંતુ આજે ભાજપ પાર્ટીના શાસનથી રાષ્ટ્રીય હિત જળવાઈ રહ્યું છે.
લખનૌમાં BJP હેડક્વાર્ટર ખાતે ભાજપના ‘સ્થાપના દિવસ’ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપની આ યાત્રા દેશ અને દુનિયાના રાજકીય વિશ્લેષકો માટે આશ્ચર્યજનક બાબત છે. ઉપરાંત તેમણે કહ્યું કે ભારતીય જનસંઘની સ્થાપનાનો ઉદ્દેશ્ય એ હતો કે આપણી પાસે સત્તાની રાજનીતિ નથી, આપણે એક રાજકીય પક્ષ તરીકે ભારત માટે સમર્પણની ભાવના પેદા કરનારા લોકોને આગળ વધારવાનું કામ કરવાનું છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ભાજપના 42માં સ્થાપના દિવસે લખનૌ પાર્ટી કાર્યાલયમાં પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો.
उत्तर प्रदेश: मुख्यमंत्री योगी आदित्यनाथ ने भाजपा के 42वें स्थापना दिवस पर लखनऊ पार्टी कार्यालय में पार्टी का झंडा फरहाया। pic.twitter.com/q0glDpFEjF
— ANI_HindiNews (@AHindinews) April 6, 2022
અમિત શાહે BJP પાર્ટીના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ભાજપના 42માં સ્થાપના દિવસ નિમિતે પોતાની જાતને ગુમાવીને ભાજપને વટવૃક્ષ બનાવનાર તમામ મહાપુરુષોને વંદન. હું તમામ કાર્યકરોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવું છું.
भाजपा के 42वें #SthapnaDiwas पर खुद को तिल-तिल जलाकर भाजपा को वटवृक्ष बनाने वाले सभी महापुरुषों को नमन।@narendramodi जी के नेतृत्व और @JPNadda जी की अध्यक्षता में भाजपा निरंतर सेवाभाव से राष्ट्रकल्याण की ओर अग्रसर है।
सभी कार्यकर्ताओं को स्थापना दिवस की शुभकामनाएं देता हूँ। pic.twitter.com/1E2Kb59ChE
— Amit Shah (@AmitShah) April 6, 2022
BJPના મહાસચિવ અરુણ સિંહે મંગળવારે બીજેપી હેડક્વાર્ટરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતુ કે, પાર્ટી 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી દેશભરમાં સામાજિક મુદ્દા પર કાર્યક્રમોનું આયોજન કરશે. વધુમાં તેમણે કહ્યું કે આ અભિયાન દરમિયાન પાર્ટીના કાર્યકરો મોદી સરકારની જન કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવશે.
BJP અધ્યક્ષ જેપી નડ્ડા આજે પાર્ટીના સ્થાપના દિવસે પ્રથમ વખત વિદેશી રાજદૂતોના સમુહ સાથે વાતચીત કરશે અને તેમને તેની વિચારધારા, સંસ્કૃતિ અને કાર્યપદ્ધતિથી માહિતગાર કરશે.
Published On - 9:41 am, Wed, 6 April 22